Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Zomato ના CEO ની નેટવર્થમાં અચાનક થયો અધધધ રૂપિયાનો વધારો

Zomato:ફૂડ ડિલિવરી સ્ટાર્ટઅપ ઝોમેટો (Zomato)આજે એક નહીં પણ 3 કારણથી ચર્ચામાં છે. તેમાંથી સૌથી મોટું કારણ એ છે કે કંપનીના ફાઉન્ડર અને CEO દિપેન્દર ગોયલ(Deepinder Goyal)હવે અરબપતિ ક્લબમાં સામેલ થયા છે. સોમવારે ઝોમેટોના શેરમાં આવેલી જોરદાર તેજીના કારણે કંપનીમાં તેમની...
zomato ના ceo ની નેટવર્થમાં અચાનક થયો અધધધ રૂપિયાનો વધારો
Advertisement

Zomato:ફૂડ ડિલિવરી સ્ટાર્ટઅપ ઝોમેટો (Zomato)આજે એક નહીં પણ 3 કારણથી ચર્ચામાં છે. તેમાંથી સૌથી મોટું કારણ એ છે કે કંપનીના ફાઉન્ડર અને CEO દિપેન્દર ગોયલ(Deepinder Goyal)હવે અરબપતિ ક્લબમાં સામેલ થયા છે. સોમવારે ઝોમેટોના શેરમાં આવેલી જોરદાર તેજીના કારણે કંપનીમાં તેમની ભાગીદારીની વેલ્યુ અચાનક વધીને 1 અરબ ડોલરથી વધારે થઈ ગઈ છે. ઝમેટોનો શેર સપ્તાહના પ્રથમ દિવસે બજારમાં તેજીની વચ્ચે 3 ટકા વધ્યો છે.

ઝોમેટોના સીઈઓની નેટવર્થ વધીને 1.4 અરબ ડોલર થઈ ગઈ

ઝોમેટોના ફાઉન્ડર અને CEO દિપેન્દર ગોયલની તેમની ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મમાં ભાગીદારી સોમવારે 1 અરબ ડોલરને પાર નીકળી ગઈ. ફોર્બ્સ મુજબ તેના કારણે ઝોમેટોના સીઈઓની નેટવર્થ વધીને 1.4 અરબ ડોલર થઈ ગઈ છે. દિપેન્દર ગોયલની નેટવર્થમાં મોટો ઉછાળો સ્ટોકમાં આવેલી તેજીના કારણે જોવા મળ્યો છે.

Advertisement

દિલ્હી અને બેંગ્લુરૂના ગ્રાહકો માટે  1 રૂપિયાનો વધારો કર્યો

રિપોર્ટસ મુજબ ઝોમેટોએ દિલ્હી અને બેંગ્લુરૂના ગ્રાહકો માટે પોતાની પ્લેટફોર્મ ફીમાં 1 રૂપિયાનો વધારો કર્યો છે. પહેલા ઝોમેટો પોતાના પ્લેટફોર્મ પર ઓર્ડર કરનારા ગ્રાહક પાસેથી 5 રૂપિયા પ્રતિ ઓર્ડર ચાર્જ વસૂલી રહ્યું હતું, જેને હવે વધારીને 6 રૂપિયા કરવાની જાહેરાત કરી છે. તેનાથી કંપનીના નફા પર પોઝિટિવ અસર સોમવારે કંપનીના શેર પર જોવા મળી અને શેર 3 ટકાથી વધીને 232 રૂપિયા પર ટ્રેડ કરવા લાગ્યો.

Advertisement

કંપનીની માર્કેટ કેપિટલાઈઝેશન પણ વધીને 1.98 લાખ કરોડ રૂપિયા થઈ

સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સોમવારે શેર બજારમાં તેજીની સાથે શેર ઉપર ગયો અને 225 રૂપિયા પર ખુલ્યો અને થોડા જ સમયમાં તે 3 ટકાથી વધારે વધીને 232 રૂપિયાના લેવલ પર પહોંચી ગયો. આ સાથે જ કંપનીની માર્કેટ કેપિટલાઈઝેશન પણ વધી છે અને તે 1.98 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. ઝોમેટોના શેર હોલ્ડિંગ પેટર્ન મુજબ સીઈઓ દિપેન્દર ગોયલની પાસે કંપનીના 36,94,71,500 શેર હતા, જે કંપનીમાં 4.26 ટકા ભાગીદારી બરાબર હતા. સોમવારે શેર માર્કેટમાં કારોબાર દરમિયાન જ્યારે ઝોમેટોના શેરે 232 રૂપિયાના ઓલ ટાઈમ હાઈએ પહોંચ્યો તો સીઈઓના ભાગીદારીની કિંમતમાં પણ વધારો થયો અને 36.94 કરોડ શેરની કિંમત લગભગ 10000 કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગઈ.

આ પણ  વાંચો  - SBI Rate Hike: SBIના ગ્રાહકો મોટો ઝટકો, ખિસ્સા પર વધશે ભાર

આ પણ  વાંચો  - ‘Ambani નાં લગ્નમાં બોમ્બ’, મુંબઈ પોલીસ સતર્ક, સોશિયલ મીડિયા યુઝરને શોધી રહી છે પોલીસ…

આ પણ  વાંચો  - SHARE MARKET: શેરબજારમાં ખૂલતાની સાથે તેજી, સેન્સેક્સ 200 પોઈન્ટનો ઉછાળો

Tags :
Advertisement

.

×