Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chandipura Virus : રાજ્યમાં જીવલેણ વાઇરસનાં કેસ 100 ને પાર, મૃત્યુઆંક જાણી ચોંકી જશો!

રાજ્યમાં લોકોની અને આરોગ્ય વિભાગની ચિંતા વધારનાર જીવલેણ રોગ ચાંદીપુરા વાઇરસનાં (Chandipura Virus) શંકાસ્પદ કેસોમાં વાયુવેગે વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આ વાઇરસનાં શંકાસ્પદ કેસોની સંખ્યા વધીને 100 ને પાર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 38 એ પહોંચ્યો છે. રાજ્યમાં કુલ...
chandipura virus   રાજ્યમાં જીવલેણ વાઇરસનાં કેસ 100 ને પાર  મૃત્યુઆંક જાણી ચોંકી જશો
Advertisement

રાજ્યમાં લોકોની અને આરોગ્ય વિભાગની ચિંતા વધારનાર જીવલેણ રોગ ચાંદીપુરા વાઇરસનાં (Chandipura Virus) શંકાસ્પદ કેસોમાં વાયુવેગે વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આ વાઇરસનાં શંકાસ્પદ કેસોની સંખ્યા વધીને 100 ને પાર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 38 એ પહોંચ્યો છે. રાજ્યમાં કુલ 22 પોઝિટિવ કેસ ચાંદીપુરા વાઇરસનાં નોંધાયા છે. આરોગ્યની ટીમ (Health Department) દ્વારા કુલ 24, 882 ઘરોમાં સર્વિલન્સની કામગીરી કરવામાં આવી છે. રાજ્યમાં 49 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે જ્યારે 14 દર્દીઓને રજા અપાઈ છે. સાબરકાંઠામાં (Sabarkantha) 10, અરવલ્લીમાં 5 અને મહીસાગરમાં (Mahisagar) 2 શંકાસ્પદ કેસ નોંધાયા છે.

શંકાસ્પદ કેસનો આંક 100 ને પાર પહોંચ્યો

રાજ્યમાં હાહાકાર મચાવનાર ચાંદીપુરા વાઇરસનાં શંકાસ્પદ કેસનો આંક 100 ને પાર પહોંચ્યો છે. જ્યારે આ વાઇરસના કારણે અત્યાર સુધી 38 બાળકોનાં મોત નીપજ્યાં છે. માહિતી મુજબ, રાજ્યમાં ચાંદીપુરા વાઇરસનાં (Chandipura Virus) નવા કુલ 22 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં 49 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે જ્યારે 14 દર્દીઓનાં સ્વાસ્થ્યમાં સુધારો થતાં રજા આપવામાં આવી છે. મધ્ય પ્રદેશનાં (Madhya Pradesh) 2 કેસ નોંધાયા છે અને બન્ને દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે રાજસ્થાનનાં (Rajasthan) કુલ 3 કેસ નોંધાયા છે, જે પૈકી 2 દર્દી હોસ્પિટલમાં દાખલ છે અને 1 દર્દીનું મોત નીપજ્યું છે. આરોગ્ય વિભાગની ટીમે કુલ 24, 882 ઘરોમાં સર્વિલન્સની કામગીરી કરી છે.

Advertisement

કયાં કેટલા કેસ નોંધાયા ?

પ્રાપ્ત માહિતી મુજબ, રાજ્યમાં સાબરકાંઠામાં 10, અરવલ્લીમાં (Aravalli) 5, મહીસાગરમાં 2 શંકાસ્પદ કેસ નોંધાયા છે. ખેડામાં 6, મહેસાણામાં 6, રાજકોટમાં (Rajkot) 4, સુરેન્દ્રનગરમાં 3, અમદાવાદ કોર્પોરેશનમાં 9, ગાંધીનગરમાં (Gandhinagar) 6, પંચમહાલમાં 14, જામનગરમાં 5, જામનગરમાં (Jamnagar) 5, મોરબીમાં 5, ગાંધીનગર કોર્પોરેશનમાં 3 કેસ, છોટાઉદેપુરમાં 2, દાહોદમાં 2 અને વડોદરામાં (Vadodara) 1 કેસ, નર્મદામાં 2, બનાસકાંઠામાં 5, વડોદરા કોર્પોરેશનમાં 2 કેસ, ભાવનગરમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1 શંકાસ્પદ કેસ નોંધાયો છે. આ ઉપરાંત, રાજકોટ કોર્પોરેશનમાં 2, કચ્છમાં 1, ભરૂચમાં 1 કેસ, સુરત કોર્પોરેશનમાં 1, અમદાવાદમાં 1 કેસ નોંધાયો છે.

Advertisement

રાજ્યમાં 38 માસૂમોનાં મોત થયાં

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી 38 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. સાબરકાંઠામાં 2, અરવલ્લીમાં 3 દર્દીનાં મોત થયા છે. જ્યારે મહીસાગરમાં 2, ખેડામાં (Kheda) 1, મહેસાણામાં 2, રાજકોટમાં 3, સુરેન્દ્રનગરમાં 1, અમદાવાદ કોર્પોરેશનમાં 4, ગાંધીનગરમાં 2, પંચમહાલમાં 5, મોરબીમાં (Morbi) 3, દાહોદમાં 2, ગાંધીનગર કોર્પોરેશનમાં 2, વડોદરામાં 1, બનાસકાંઠામાં (Banaskantha) 3, વડોદરા કોર્પોરેશન અને દ્વારકામાં 1-1 દર્દીનું મોત થયું છે.

આ પણ વાંચો - Rajkot : ચાંદીપુરા વાઇરસે વધુ બે માસૂમોનો લીધો ભોગ! પહેલા ઝાડા-ઉલટી થયા પછી..!

આ પણ વાંચો - Ahmedabad માં નોંધાયો ચાંદીપુરા વાઇરસનો પહેલો કેસ, એક બાળકો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

આ પણ વાંચો - VADODARA : ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો સાથે એડમિટ બાળકીનું મોત

Tags :
Advertisement

.

×