Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chhotaudepur : નસવાડીમાં મેઘરાજા ઓળઘોળ થતાં જનજીવન પ્રભાવિત, અશ્વિની નદી બે કાંઠે, ખેડૂતો ખુશખુશાલ

છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ સાથે પધરામણી કરતાં નસવાડી તાલુકામાં 5 ઇંચ જેટલો, બોડેલી તાલુકામાં દોઢ ઈંચ અને સંખેડા તાલુકામાં સવા 3 ઇંચ, પાવીજેતપુર તાલુકામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય છોટાઉદેપુર અને કવાટ તાલુકામાં...
chhotaudepur   નસવાડીમાં મેઘરાજા ઓળઘોળ થતાં જનજીવન પ્રભાવિત  અશ્વિની નદી બે કાંઠે  ખેડૂતો ખુશખુશાલ
Advertisement

છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ સાથે પધરામણી કરતાં નસવાડી તાલુકામાં 5 ઇંચ જેટલો, બોડેલી તાલુકામાં દોઢ ઈંચ અને સંખેડા તાલુકામાં સવા 3 ઇંચ, પાવીજેતપુર તાલુકામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય છોટાઉદેપુર અને કવાટ તાલુકામાં હળવો વરસાદ નોંધાયો હતો. તો નસવાડી (Naswadi) તાલુકામાંથી પસાર થતી અશ્વિની નદી સિઝનમાં પ્રથમવાર બે કાંઠે થઈ હતી.

Advertisement

ખેડૂતોની ચિંતા પણ પૂર્ણવિરામ

છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજા મહેરબાન થતા ધરતીપુત્રોમાં પણ આનંદની લાગણી છવાઈ હતી. અગાઉ જિલ્લામાં મેઘરાજા દસ્તક આપી લાંબા વિરામ લઈ લેતા ધરતીપુત્રોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. પરંતુ, આજે વહેલી સવારથી મેઘરાજા જિલ્લાનાં નસવાડી (Naswadi) તાલુકા સહિત બોડેલી, પાવીજેતપુર અને સંખેડામાં ઓળઘોળ થતાં ખેડૂતોની ચિંતા પર પૂર્ણવિરામ મૂકાયું છે. જો કે, આ વર્ષે વરસાદ ગત વર્ષની સરખામણીએ મોડો પણ શરૂ થયો છે. તો 48 ટકા જેટલો હાલની સ્થિતિએ ઓછો નોંધાયો છે. ગત વર્ષ 23 જુલાઈ સુધી જિલ્લામાં 48 ટકા જેટલો સીઝનનો વરસાદ (Heavy Rain) વરસી ચૂક્યો હતો. જે આ વર્ષે અત્યાર સુધી 23 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારીનાં જણાવ્યા અનુસાર, વરસાદ વાવેતરનાં સમય દરમિયાન થઈ રહ્યો હોય ખેડૂતોની ખેતી માટે આ વરસાદ આશીર્વાદ રૂપ સમાન છે.

Advertisement

કયાં કેટલો વરસાદ નોંધાયો ?

છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લામાં આજે સૌથી વધારે નસવાડી તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેને લઇ જનજીવન પ્રભાવિત બન્યું હતું. નસવાડી (Naswadi) તાલુકાનાં ધામસિયા ગામથી બેડીકુવા જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થતાં અવરજવર કલાકો સુધી બંધ રહી હતી. કહેવાય છે કે આ રસ્તો 8 જેટલા ગામોને જોડે છે. જો કે, રસ્તો બંધ થતાં લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડી હતી. આ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ફળી વળ્યા હતા. આ રસ્તા પર પાણી ફરી વળતા ખેતરોમાં પણ જળબંબાકારનાં દ્રશ્યો પણ સર્જાયા હતા. છોટાઉદેપુર જિલ્લામાં વરસેલ વરસાદની તાલુકાવારની સ્થિતિ જોઈએ તો સવારે 6 થી બપોરનાં 2 વાગ્યા સુધી છોટાઉદેપુર તાલુકામાં 16 MM, પાવીજેતપુર તાલુકામાં 35 MM, બોડેલી તાલુકામાં 40 MM, સંખેડા તાલુકામાં 84 MM, કવાટ તાલુકામાં 7 MM, અને નસવાડી તાલુકામાં 145 MM વરસાદ (Heavy Rain) નોંધાયો હતો.

અહેવાલ : તૌફિક શેખ, છોટાઉદેપુર

આ પણ વાંચો - Rain in Gujarat : આ જિલ્લાઓ માટે આગામી 3 કલાક અતિ ભારે! મેઘરાજા બોલાવશે ધબધબાટી!

આ પણ વાંચો - VADODARA : ભારે વરસાદને લઇ આવતી કાલે શાળાઓમાં રજા, SDRF ની ટીમો સ્ટેન્ડબાય

આ પણ વાંચો - Flood : સુરતમાં ખાડી પૂરથી પરિસ્થિતિ વણસી

Tags :
Advertisement

.

×