ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જર્જરીત શાળાના રિનોવેશન માટે બાળકોને જર્જરીત હોસ્પિટલમાં ખસેડાયા, દુર્ઘટના ઘટે તો જવાદાર કોણ ?

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ  વાલીઓ પોતાના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે મોકલતા હોય છે પરંતુ જર્જરીત શાળામાંથી જર્જરીત હોસ્પિટલમાં વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે સ્થળાંતર કરવામાં આવે અને જજૅરીત હોસ્પિટલ ધસી પડે તો તેનો જવાબદાર કોણ...વાત છે ભરૂચની.. જ્યાં  જર્જરીત બંધ કરાયેલી હોસ્પિટલમાં વિદ્યાર્થીઓને...
05:25 PM Aug 26, 2023 IST | Vishal Dave
અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ  વાલીઓ પોતાના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે મોકલતા હોય છે પરંતુ જર્જરીત શાળામાંથી જર્જરીત હોસ્પિટલમાં વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે સ્થળાંતર કરવામાં આવે અને જજૅરીત હોસ્પિટલ ધસી પડે તો તેનો જવાબદાર કોણ...વાત છે ભરૂચની.. જ્યાં  જર્જરીત બંધ કરાયેલી હોસ્પિટલમાં વિદ્યાર્થીઓને...

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ 

વાલીઓ પોતાના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે મોકલતા હોય છે પરંતુ જર્જરીત શાળામાંથી જર્જરીત હોસ્પિટલમાં વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે સ્થળાંતર કરવામાં આવે અને જજૅરીત હોસ્પિટલ ધસી પડે તો તેનો જવાબદાર કોણ...વાત છે ભરૂચની.. જ્યાં  જર્જરીત બંધ કરાયેલી હોસ્પિટલમાં વિદ્યાર્થીઓને શિક્ષણ માટે ધકેલી દેવાતા વાલીઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે

ભરૂચ શહેરના નર્મદા એપાર્ટમેન્ટની જર્જરીત ઇમારત ઘસી પડ્યા બાદ સમગ્ર ભરૂચ જિલ્લામાં જર્જરીત ઇમારત મુદ્દે સ્થાનિક નગરપાલિકા દ્વારા નોટિસો આપવામાં આવી છે.. અંકલેશ્વરમાં જર્જરીત સ્કૂલમાંથી સ્કૂલના રીનોવેશનને લઈ વિદ્યાર્થીઓને અત્યંત જર્જરીત નગરપાલિકાની હોસ્પિટલમાં અભ્યાસ અર્થે ખસેડવામાં આવતા જર્જરીત હોસ્પિટલમાં વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા મજબૂર થયા હોવાના ચોકાવનારા અહેવાલો સામે આવી રહ્યા છે સાથે જે હોસ્પિટલમાં વિદ્યાર્થીઓને સ્થળાંતર કર્યા છે ત્યાં કોઈ પણ જાતની ફાયર સેફટીના સાધનો પણ જોવા મળતા નથી અને હોસ્પિટલ પણ ગમે ત્યારે ધસી પડે તેવા ભય વચ્ચે વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા માટે મજબુર બન્યા છે.

અંકલેશ્વરની એક પ્રાથમિક શાળા અત્યંત જર્જરી બની જતા તે શાળામાં અભ્યાસ કરતા ૩૦થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે નગરપાલિકાની જ બંધ કરાયેલી અત્યંત જર્જરિત હોસ્પિટલમાં સ્થળાંતર કરાયા છે.. જર્જરીત શાળાના રીનોવેશનને લઈ વિદ્યાર્થીઓનું જીવનું જોખમ ઊભું થાય તેવી જજૅરીત હોસ્પિટલમાં સ્થળાંતર કરાવતા વાલીઓમાં પણ ચિંતા અને ભયનો માહોલ ઉભો થયો છે શિક્ષણ વિભાગ પણ આ મામલે મૌન કેમ છે તે પ્રશ્ન ઉભો થયો છે...

જર્જરીત ઇમારત મુદ્દે ખુદ અંકલેશ્વર નગરપાલિકા નોટિસ પાઠવી રહી છે, થોડા દિવસ અગાઉ જ ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનો મુદ્દે મકાન માલિકોને નોટિસ આપતા અંકલેશ્વર નગરપાલિકા મકાન માલિકોએ ગજવી હતી પરંતુ અંકલેશ્વર નગરપાલિકા ની બંધ પડેલી જજૅરીત હોસ્પિટલમાં જ વિદ્યાર્થીઓનું જોખમ ઊભું થાય તે રીતે અભ્યાસ અર્થે ધકેલી દેતા અંકલેશ્વર નગરપાલિકા ખુદ શંકાના દાયરામાં આવી ગઈ છે.

ઉપરની ઈમારત જર્જરીત છે જ્યાં નીચે વિદ્યાર્થીઓને બેસાડ્યા છે તે જજૅરીત નથી.. સાસણા અધિકારી નિશાત દવે

અંકલેશ્વરની એક હોસ્પિટલમાં વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા મજબૂર થયા હોવાના અહેવાલમાં સાસણા અધિકારી નિશાત દવેએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે જે હોસ્પિટલમાં વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે સ્થળાંતર કરાયા છે તેની ઉપરની ઇમારત જર્જરીત છે અને જ્યાં તેમને બેસાડ્યા છે તે જર્જરીત નથી અને જર્જરીત ઈમારત નજીક વિદ્યાર્થીઓને ન જવા માટે સૂચન પણ કરી દેવાયું છે અને થોડા દિવસમાં વિદ્યાર્થીઓ સુરક્ષિત જગ્યાએ શિક્ષણ મેળવી શકે તેવી જગ્યા શોધવાના પ્રયાસો કરવામાં આવતા હોવાનું સાસણા અધિકારી નિશાત દવેએ જણાવ્યું છે

ગંભીર બેદરકારી મુદ્દે નગર કમિશનરને લેખિત ફરિયાદ..

વિદ્યાર્થીઓને જે હોસ્પિટલમાં શિક્ષણ માટે સ્થળાંતર કર્યા છે તે ગંભીર બાબત કહેવાય અને શાસન અધિકારીએ આ બાબતે મંજૂરી આપી હોય તો તે પણ ગંભીર બાબત કહેવાય ઉપરની ઈમારત જર્જરીત હોય અને વિદ્યાર્થીઓની અવર-જવાર દરમિયાન ઈમારત ઘસી પડે અને મોટી હોનારત થાય તો તેનો જવાબદાર કોણ તે પ્રશ્નને લઈ ભરૂચના એક જાગૃત નાગરિક નીતિન માને દ્વારા નગર કમિશનરને લેખિત પત્ર વિડીયો સાથે લખવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે

Tags :
childrencloseddilapidatedHospitalrenovationResponsibleSchoolstrikesTragedy
Next Article