દેશમાં કોરોનાના કેસમાં રવિવારની સરખામણીએ ફરી આવ્યો ઘટાડો
ચોમાસાની ઋતુના અંતિમ તબક્કાની સાથે શિયાળાની શરૂઆત થવા જઇ રહી છે. ત્યારે હવે બીમારીઓનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. વળી દેશમાં કોરોનાના કેસમાં ઉતરા-ચઢાવ જોવા મળી રહ્યા છે. આ વચ્ચે આજે સમાચાર મળી રહ્યા છે કે, દેશમાં રવિવારની સરખામણીએ કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. આજે કોરોનાના કેસ 2 હજારથી વધુ નોંધાયા છે.ભારતમાં કોવિડ-19ના 2,424 નવા કેસના આગમન સાથે, ચેપના કુલ કેસોની સંખ્યા વધà«
05:22 AM Oct 10, 2022 IST
|
Vipul Pandya
ચોમાસાની ઋતુના અંતિમ તબક્કાની સાથે શિયાળાની શરૂઆત થવા જઇ રહી છે. ત્યારે હવે બીમારીઓનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. વળી દેશમાં કોરોનાના કેસમાં ઉતરા-ચઢાવ જોવા મળી રહ્યા છે. આ વચ્ચે આજે સમાચાર મળી રહ્યા છે કે, દેશમાં રવિવારની સરખામણીએ કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. આજે કોરોનાના કેસ 2 હજારથી વધુ નોંધાયા છે.
ભારતમાં કોવિડ-19ના 2,424 નવા કેસના આગમન સાથે, ચેપના કુલ કેસોની સંખ્યા વધીને 4,46,14,437 થઈ ગઈ છે જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 28,079 થઈ ગઈ છે. સોમવારે સવારે 8 વાગ્યા સુધી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરવામાં આવેલા ડેટા અનુસાર, વધુ 15 દર્દીઓએ જીવ ગુમાવ્યા સાથે મૃત્યુઆંક વધીને 5,28,814 થઈ ગયો છે. આમાં કેરળ દ્વારા કોરોના વાયરસના સંક્રમણને કારણે જીવ ગુમાવનારા લોકોની યાદીમાં 12 કેસ પણ સામેલ છે. માહિતી અનુસાર, કોરોના વાયરસની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ચેપના કુલ કેસના 0.06 ટકા છે, જ્યારે કોવિડ-19માંથી રાષ્ટ્રીય રિકવરી રેટ વધીને 98.75 ટકા થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 514 કેસનો ઘટાડો નોંધાયો છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, દૈનિક ચેપ દર 2.65 ટકા હતો જ્યારે સાપ્તાહિક ચેપ દર 1.27 ટકા હતો. આ રોગમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 4,40,57,544 થઈ ગઈ છે જ્યારે મૃત્યુ દર 1.19 ટકા નોંધાયો હતો. દેશવ્યાપી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 218.99 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
નોંધપાત્ર રીતે, 7 ઓગસ્ટ 2020ના રોજ દેશમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટ 2020ના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બર 2020ના રોજ 40 લાખથી વધુ થઈ ગઈ હતી. ચેપના કુલ કેસ 16 સપ્ટેમ્બર 2020ના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020ના રોજ 60 લાખ, 11 ઓક્ટોબર 2020ના રોજ 70 લાખ, 29 ઓક્ટોબર 2020ના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને વટાવી ગયા હતા.
આ પણ વાંચો - કોરોના મહામારીને લઇને આજે ભારત માટે છે સારા સમાચાર
Next Article