દેશમાં કોરોનાના કેસમાં વધારો, આજે નોંધાયા 20 હજારથી વધુ કેસ
વૈશ્વિક મહામારી કોરોનાના મોરચે હજુ પણ દેશ માટે ચિંતાના સમાચાર છે. આજે પણ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો નોંધાયો છે. ભારતમાં કોરોના વાયરસના નવા કેસોમાં 19 ટકાનો ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ 20 હજારથી વધુ નોંધાયા છે. દેશમાં કોરોનાના વધતા આંકડા ભયાનક જોવા મળી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા મળી રહેલી માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં ભારતમાં
04:41 AM Jul 14, 2022 IST
|
Vipul Pandya
વૈશ્વિક મહામારી કોરોનાના મોરચે હજુ પણ દેશ માટે ચિંતાના સમાચાર છે. આજે પણ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો નોંધાયો છે. ભારતમાં કોરોના વાયરસના નવા કેસોમાં 19 ટકાનો ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ 20 હજારથી વધુ નોંધાયા છે.
દેશમાં કોરોનાના વધતા આંકડા ભયાનક જોવા મળી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા મળી રહેલી માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 20,139 નવા કેસ નોંધાયા છે. આ સાથે, ભારતમાં કોવિડ19 સંક્રમિતોની સંખ્યા વધીને 4,36,89,989 થઈ ગઈ છે. વળી, કોરોનાને કારણે છેલ્લા 24 કલાકમાં 38 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જે બાદ દેશમાં મૃત્યુઆંક વધીને 5,25,557 થઈ ગયો છે. જ્યારે 6,482 દર્દીઓ કોરોનામાંથી સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. આ પહેલા બુધવારે દેશમાં કોરોના વાયરસના 16,906 નવા કેસ નોંધાયા હતા જ્યારે 45 લોકોના મોત થયા હતા. આજે નવા સંક્રમિત દર્દીઓની સંખ્યા ગઈકાલ કરતા 3,233 વધુ છે.
આજે દેશમાં કોરોનાના સક્રિય કેસ વધીને 1,36,076 થઈ ગયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં દૈનિક સકારાત્મકતા દર વધીને 5.10 ટકા થઈ ગયો છે. આ સાથે દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા 43,689,989 થઈ ગઈ છે. જેમાંથી 5,25,557 દર્દીઓના મોત થયા છે. ઠીક થયેલા દર્દીઓની કુલ સંખ્યા 43,028,356 થઈ ગઈ છે. દેશનો રિકવરી રેટ 98.50 ટકા છે. મહત્વનું છે કે, કેન્દ્ર સરકારે 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ નાગરિકો માટે કોરોનાનો બૂસ્ટર ડોઝ ફ્રી કરી દીધો છે. 15 જુલાઈથી તમામ સરકારી કેન્દ્રો પર કોરોનાનો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.
Next Article