આજે ફરી કોરોનાના કેસ વધ્યા, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 12,249 કેસ
દેશમાં કોરોનાના કેસમાં ઉતાર-ચઢાવ યથાવત છે. દૈનિક કોરોનાના કેસ વધતા ફરી તે જ દિવસો કે જે સમગ્ર વિશ્વ જોઇ ચુક્યું છે, તે પરત ફરી રહ્યા હોય તેવું દેખાઇ રહ્યું છે. આજે કોરોનાના કેસમાં જબરદસ્ત વધારો થયો છે. દેશમાં કોરોનાના કેસ આજે 12 હજારથી વધુ નોંધાયા છે. જે હવે ચિંતાનો વિષય બની ગયો છે.બુધવારે (22 જૂન) કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાàª
Advertisement
દેશમાં કોરોનાના કેસમાં ઉતાર-ચઢાવ યથાવત છે. દૈનિક કોરોનાના કેસ વધતા ફરી તે જ દિવસો કે જે સમગ્ર વિશ્વ જોઇ ચુક્યું છે, તે પરત ફરી રહ્યા હોય તેવું દેખાઇ રહ્યું છે. આજે કોરોનાના કેસમાં જબરદસ્ત વધારો થયો છે. દેશમાં કોરોનાના કેસ આજે 12 હજારથી વધુ નોંધાયા છે. જે હવે ચિંતાનો વિષય બની ગયો છે.
બુધવારે (22 જૂન) કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના કારણે 13 લોકોના મોત સાથે કોરોના વાયરસના 12,249 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 9,862 ડિસ્ચાર્જ થયા છે, જે કુલ રિકવરી રેટ લગભગ 98.61 ટકા અને કુલ રિકવરી ડેટા 4,27,25,055 પર પહોંચી ગયો છે.
આજે આરોગ્ય મંત્રાલયના ડેટા દર્શાવે છે કે ભારતમાં કોવિડ-19ના કુલ સક્રિય કેસ વધીને 81,687 થઈ ગયા છે. ગઈકાલે નોંધાયેલા સક્રિય કેસોની સંખ્યા 79,313 હતી. છેલ્લા 24 કલાકના સમયગાળામાં સક્રિય COVID-19 કેસ લોડમાં 2,374 કેસ નોંધાયા છે. મંત્રાલયે કહ્યું કે સક્રિય કેસોમાં કુલ સંક્રમણના 0.18 ટકાનો સમાવેશ થાય છે.
દેશમાં હવે કુલ મૃત્યુઆંક 5,24,903 છે. ભારતમાં, કોવિડ રોગચાળાને કારણે પ્રથમ મૃત્યુ માર્ચ 2020 માં થયું હતું. 22 જૂને નોંધાયેલ દૈનિક પોઝિટિવિટી રેટ 3.94 ટકા હતો. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, 21 જૂન સુધી કોવિડ-19 માટે 85,88,36,977 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાંથી મંગળવારે 3,10,623 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
Advertisement


