ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રાજ્યમાં કોરોના વિસ્ફોટ, છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 407 કેસ નોંધાયા

રાજ્યમાં આજે ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો છે. આજે ગુજરાતમાં વધુ 407 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 210 કેસ નોંધાયા છે. બે દિવસના ઓછા કેસ બાદ એકવાર ફરી ગુજરાતમાં કોરોનાના કેસે માંથું ઉચક્યું છે. ગુજરાતમાં આજે કોરોના બ્લાસ્ટ થયો છે અને નવા કેસનો આંકડો 400ને પાર પહોંચી ગયો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 407 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 207 કેસ નોંધાયા છે. તો તેનà«
02:19 PM Jun 22, 2022 IST | Vipul Pandya
રાજ્યમાં આજે ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો છે. આજે ગુજરાતમાં વધુ 407 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 210 કેસ નોંધાયા છે. બે દિવસના ઓછા કેસ બાદ એકવાર ફરી ગુજરાતમાં કોરોનાના કેસે માંથું ઉચક્યું છે. ગુજરાતમાં આજે કોરોના બ્લાસ્ટ થયો છે અને નવા કેસનો આંકડો 400ને પાર પહોંચી ગયો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 407 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 207 કેસ નોંધાયા છે. તો તેનà«
રાજ્યમાં આજે ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો છે. આજે ગુજરાતમાં વધુ 407 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 210 કેસ નોંધાયા છે. બે દિવસના ઓછા કેસ બાદ એકવાર ફરી ગુજરાતમાં કોરોનાના કેસે માંથું ઉચક્યું છે. ગુજરાતમાં આજે કોરોના બ્લાસ્ટ થયો છે અને નવા કેસનો આંકડો 400ને પાર પહોંચી ગયો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 407 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 207 કેસ નોંધાયા છે. તો તેની સામે બીજી તરફ 190 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 
જાણો કયા જિલ્લામાં કેટલા કેસ?
કોરોના વાયરસના કેસોની જીલ્લાવાર કેસની જો વાત કરીએ તો સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 207 કેસ, ત્યાર બાદ વડોદરા શહેરમાં 39 કેસ, સુરત શહેરમાં 45 કેસ, રાજકોટ શહેરમાં 17 કેસ, ગાંધીનગરમાં 10 કેસ, ભાવનગર શહેરમાં 11 કેસ, જામનગરમાં 7 કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના કેસ જોઈએ તો સુરતમાં 12, વલસાડમાં 8 નવા કોરોનાના દર્દીઓ નોંધાયા છે. 

મૃત્યુઆંક સ્થિર, રિકવરિ રેટ ઘટ્યો  
રાહતની વાત એ છે કે  આજે કોરોનાથી કોઈ પણ દર્દીનું મોત નથી થયું, જોકે સામે કોરોનાનો રિકવરી રેટ પણ સતત ઘટી રહ્યો છે. હાલમાં કોરોના કેસ બાદ રિકવરી રેટ 98.97 ટકાએ પહોંચી ચુક્યો છે. સાથે જ કોરોના સામે રસીકરણનો આંકડો વધી રહ્યો છે. આજે  કોરોનાની રસીના નવા 55,638 ડોઝ અપાયાં હતા. વડોદરા શહેર અને જિલ્લામાં ફરી કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવા 41 કેસ નોંધાયા છે. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,34,670 પર પહોંચી ગઇ છે. વધુ 18 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. સાથે જ સુરત અને રાજરકોટ શહેરમાં પણ કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા વધી રહી છે. 
Tags :
CoronaCoronaCaseinGujaratGujaratFirstGujartcoronaupdate
Next Article