સુરતમાં લસકાણા ખાડી બ્રિજમાં SUDAનો ભ્રષ્ટાચાર
અહેવાલ -રાબીયા , સુરત
સુરત ના લસકાણા ખાડી બ્રિજનો સ્પાન ધરાશાયી થતાં સુડા તંત્ર દોડતું થયું હતું.પરંતુ સ્પાનનો તૂટી ગયેલો ભાવ સહિતનો સામાન તાત્કાલિક ખસેડી કઇ બન્યું જ નહીં હોવાનું જાણે તંત્ર એ ચિત્ર ઉભું કર્યું છે.આશ્ચર્ય ની વાત તો એ છે કે 6 એપ્રિલને મોડી રાતે 11 થી 12ના અરસામાં આ બનાવ બન્યો હતો છતાં કાર્યવાહી ના નામે મીંડુ જોવા મળી રહ્યું છે ,પરંતુ સ્થાનિકો ની હાજરી એ માનિતા ઓને બચવવા નો સુડા નો પ્રયાસ નિષ્ફળ ગયો છે
સુરત શહેરના છેવાડે આવેલા લસકાણા ગામ માં બનેલી ઘટના એ શહેરભરમાં ચર્ચા નો વિષય બન્યો છે.લસકાણા થી ડાયમંડ નગરને ખંડની ખાડી બ્રિજ બનાવવાની કામગીરી વેળાએ બ્રિજ નો સ્પાં રાત્રિના સમયે અચાનક ધરાશાયી થયો હતો ,આટલી મોટી ઘટના હોવા છતાં તંત્ર એ આ ઘટનાને છુપાવવાનો પ્રયાસ શા માટે કર્યો એવા અનેક સવાલો આ ઘટના પરથી ઉઠી રહ્યા છે આ પ્રકરણમાં જવાબદારો સામે સુડાના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવાના બદલે સ્થળ પર કોન્ટ્રાક્ટરના મેળાપીપણમાં ધરાશાઇ થયેલા કાટમાળ ને રાતો રાત સાફ કરવાની કામગીરી પણ શરુ કરી દેવામાં આવી હતી
સુરતના સુડાના અધિકારીઓની મિલીભગત હોવાની બૂમ પડી છે. એટલું જ નહીં એક મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની પણ ગંધ આવી રહી છે, બ્રિજનો સ્પાન ધરાશાયી થવાના ગંભીર ઘટનામાં મોટા મોટા અધિકારી ઓની મિલીભગત હોવાનુ સ્થળ પરના સ્થાનિકો ઓની વાત પર થી જણાવા મળ્યું છે. મનપા સહિત હવે સુડાના અધિકારીઓ પણ ખિસ્સા ભરવામાં ચર્ચાઈ રહ્યા છે. કારણ કે સ્પાન ધરાશાયી થવાના બનાવમાં જવાબદાર એજન્સી સામે કાર્યવાહી કરવાની સાથે કયા કારણોસર બ્રીજનો સ્પાન ધરાશાયી થયો તેનો મટીરીયલ થી તમાં સામાન ની ગુણવત્તા ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે સાથે જ સમગ્ર મામલા ની તપાસ કેમ ન કરાઇ.જો કે તેની જગ્યા એ રાતો રાત તુટી પડેલા સ્પાનને સ્થળ પરથી દુર કરી દેવામાં આવ્યો. આંખી ઘટના બાદ એ સ્થળે રહેતા રહીશોમાં પણ કુતૂહલ જોવા મળી રહ્યું છે બનાવ બાદ તાત્કાલિક સ્થળ પર ત્રણ મશીન મંગાવીને સ્પાનને તોડવાની કામગીરી કરવામાં આવી હોવાનુ આસપાસના લોકો કહી રહ્યા છે. ધડાકા સાથે મોડી રાતે અવાજ આવ્યો હતો અને સવારે જાણે કોઈ ઘટના ના હોય એવું કેવી રીતે બની શકે..આ વાતે લસકાણા ના સ્થાનિકો પણ મૂંઝવણ માં મુકયા હતા..
સ્પાં ની સમગ્ર ઘટનામાં બ્રિજનુ કામ યોગ્ય રીતે થયું છે કે કેમ તેની તમામ જવાબદારી સુડાના અધિકારીઓની હોય છે. તેમાં પણ સ્ટ્રકચર બનાવવાનુ હોય કે તેની ઉપર સિમેન્ટ કોંક્રિટનુ લેયર ભરવાનુ હોય તેવા કિસ્સામાં અધિકારીઓએ સ્થળ પર હાજર રહેવાનુ હોય છે. પરંતુ આવી કોઇ દરકાર સુડા ના અધિકારીઓએ લીધી નથી..પરંતુ અવાજ સાથે જોઇલી નજરે સ્પાન ધરાશાયી થયો હોવાનુ સ્થાનિકો કહી રહ્યા છે..
સુરત અર્બન ડેવલપમેન્ટ ઓર્થોરીટી એટલે કે સુડા..જેના દ્વારા લસકાણા અમૃતકુંજની પાછળના ભાગે આવેલી ખાડી પર ૧૦ કરોડના ખર્ચે બ્રિજ બનાવવા માટે એજન્સીને કામગીરી સોંપી દઈ હાથ ઊંચા કરી લેવાયા હતા..પરંતુ સ્થળ પર કામગીરી શરુ થઈ કે નહિ કેટલા પીલર ઉભા થયા તેની તકેદારી સુદ્ધાં ન લેવાઈ..જોકે ચાર પિલર ઊભા કરવા જરૂરી માનવામાં આવે છે. આ સ્થળે બે પીલરની વચ્ચે સ્પાન તૈયાર કરીને એક લેયર બનાવી દેવામાં આવ્યુ હોવાનુ સ્થળ પર થી દેખાઈ આવે છે જ્યારે બાજુના બે પીલર પર લેયર ભરવાની કામગીરી કરવાની બાકી હોવાનું જણાઈ આવે છે. તે અરસામાં બે પીલરની વચ્ચે બનાવવામાં આવેલો સ્પાન ૬ એપ્રિલની રાત્ર ના અરસામાં અચાનક ધડાકા ભેર અવાજ સાથે ધરાશાયી થયો હતો.જેને જોવા સ્થાનિકો દોડી ગયા હતા.સ્પાન નો ધડાકાભેર અવાજ થતા સ્થાનિકો ઘબરાય હતા..સુડા ને જાણ પણ કરાઇ હતી..નજીક ના અમૃતકુંજ એપાર્ટમેન્ટના રહીશોની સાથે સાથે ડાયમંડ નગરમાં આવેલા લુમ્સના કારખાનામાં પણ કામ કરતા કારીગરો પણ ગભરાય ગયા હતા. બનાવની જાણ સુડાના અધિકારીઓની સાથે એજન્સીના લોકો ને કરાઇ હતી.
હાલ તો આંખી ઘટના માં સાફ સફાઈ કરી ભ્રષ્ટાચાર છુપાવવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે.કારણકે આવો કોઇ બનાવ બન્યો નહીં હોવાનુ સ્થળ પર થી ચિત્ર ઉભું કરીને ખેલ પાડી ગોઠવણ કરી દેવામાં આવી હોવાનું ખુદ સ્થાનિકો જણાવી રહ્યા છે.તો બીજી બાજુ સુડા ચેરમેન સાલીની અગ્રવાલ જાણે આંખી ઘટના થી અજાણ હોય તેમ મૌન સેવી બેઠા છે .


