ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પિતરાઇ બહેનને ભગાડી લઇ ગયાની અદાવત રાખી તલવારથી હુમલો

અહેવાલઃ ઇરફાન મકરાણી, દેવગઢ બારિયા  દેવગઢ બારીયા તાલુકાના મોટી ખજુરી ગામે એક ઈસમે યુવતીને ભગાડી ગયાની અદાવત રાખી એક વ્યક્તિને તલવારના ઘા મારી જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી નાસી ગયાનું જાણવા મળે છે, તું મારા કાકા ની છોકરી કેમ...
08:24 PM May 28, 2023 IST | Vishal Dave
અહેવાલઃ ઇરફાન મકરાણી, દેવગઢ બારિયા  દેવગઢ બારીયા તાલુકાના મોટી ખજુરી ગામે એક ઈસમે યુવતીને ભગાડી ગયાની અદાવત રાખી એક વ્યક્તિને તલવારના ઘા મારી જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી નાસી ગયાનું જાણવા મળે છે, તું મારા કાકા ની છોકરી કેમ...

અહેવાલઃ ઇરફાન મકરાણી, દેવગઢ બારિયા 

દેવગઢ બારીયા તાલુકાના મોટી ખજુરી ગામે એક ઈસમે યુવતીને ભગાડી ગયાની અદાવત રાખી એક વ્યક્તિને તલવારના ઘા મારી જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી નાસી ગયાનું જાણવા મળે છે, તું મારા કાકા ની છોકરી કેમ ભગાડી લઈ ગયો છે તેમ કહી એક ઈસમે તલવાર વડે હુમલો કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢ બારીયા તાલુકાના મોટી ખજૂરી ગામના ફોફી ફળિયાના ધર્મેન્દ્રભાઈ મોહનભાઈ ડાયરાએ તેમના ગામના નરેશભાઈ બળવંતભાઈ ધોબીને રોકી તું મારા કાકા ની છોકરી ને ભગાડી લઈ ગયો છે. આજે તું મારા હાથમાં આવી ગયો છે તને છોડું નહીં તેમ કહીને તેના હાથમાંની તલવાર નરેશભાઈ ને મારવા જતા નરેશભાઈ નીચે નમી જતા ધર્મેન્દ્રભાઈએ પોતાના હાથમાં લીધેલી તલવારથી નરેશભાઈના બરડામાં તેમજ ગરદનના ભાગે હુમલો કરી જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી નાસી ગયો હતો..ઉપરોક્ત બનાવ સંદર્ભે મોટી ખજૂરી ગામના ફોફી ફળિયાના નરેશભાઈ બળવંતભાઈ ધોબીએ દેવગઢ બારીયા પોલીસ સમક્ષ ધર્મેન્દ્રભાઈ બળવંતભાઈ ડાયરા સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Tags :
attackedcousinspitesword
Next Article