Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતમાં કોરોનાના સંક્ર્મણમાં આંશિક વધારો, WHOની ચેતવણી

આજે પણ દેશમાં કોરોના વાયરસના નવા કેસોમાં વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 1,938 નવા કેસ સામે આવ્યા છે. કોરોનાથી 67 દર્દીઓના મૃત્યુ થયા છે. દેશમાં ગઈકાલે કોરોનાના 1,778 કેસ નોંધાયા હતા અને 62 દર્દીઓના મૃત્યુ થયા હતા.  દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના  4,30,14,687 કેસ નોંધાયા છે જેમાંથી અત્યારે 22,427 એક્ટિવ કેસ છે. કોરોનથી અત્યાર સુધીમાં કુલ   4,24,75,588 દર્દીઓ રિકવર થયા છે અને 5,16,672 દર્à
ભારતમાં કોરોનાના સંક્ર્મણમાં આંશિક વધારો  whoની ચેતવણી
Advertisement
આજે પણ દેશમાં કોરોના વાયરસના નવા કેસોમાં વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 1,938 નવા કેસ સામે આવ્યા છે. કોરોનાથી 67 દર્દીઓના મૃત્યુ થયા છે. દેશમાં ગઈકાલે કોરોનાના 1,778 કેસ નોંધાયા હતા અને 62 દર્દીઓના મૃત્યુ થયા હતા. 
 
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના  4,30,14,687 કેસ નોંધાયા છે જેમાંથી અત્યારે 22,427 એક્ટિવ કેસ છે. કોરોનથી અત્યાર સુધીમાં કુલ   4,24,75,588 દર્દીઓ રિકવર થયા છે અને 5,16,672 દર્દીઓના મૃત્યુ થયા છે. 
રાષ્ટ્રવ્યાપી વેક્સિનેશન અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં વેક્સિનના 182 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 31,81, 809 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં વેક્સિનના 182,23,30,356 ડોઝ આપવામાં આવ્યા છે.
ઉત્તરપૂર્વ અમેરિકામાં કોરોનાનું સંક્ર્મણ વધ્યું 
કોરોના વાયરસનું BA.2 વેરિયન્ટ અમેરિકાના કેટલાક વિસ્તારોમાં આતંક મચાવી રહ્યું છે. યુએસમાં દરરોજ સરેરાશ 28,600 કેસ નોંધાઈ રહ્યા છે. જાન્યુઆરીમાં ટોચ પર 800,000 થી વધુના સરેરાશ દૈનિક કેસ  કરતાં આ ઘણું ઓછું છે. કોવિડ-19થી રોજના લગભગ 900 મૃત્યુ છે.  કોરોનાને કારણે અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકોના મોત થયા છે.
WHOની ચેતવણી, કહ્યું- નવા વેરિએન્ટ્સ જોખમ વધારે છે
વિશ્વમાં કોરોનાના કેસ ફરી વધવા લાગ્યા છે. ઘણા દેશોમાં મોટી સંખ્યામાં ચેપના નવા કેસ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં WHOએ કહ્યું છે કે જ્યાં સુધી દુનિયાની આખી વસ્તીને રસી નહીં મળે ત્યાં સુધી તેણે કોરોના સંક્રમણ અને નવા પ્રકારો સામે લડતા રહેવું પડશે.
વિશ્વના ઘણા દેશોમાં કોરોના સંક્રમણના કેસ ફરી વધવા લાગ્યા છે. આવી સ્થિતિમાં ફરી કોરોનાને  લઈને લોકોમાં આશંકા વ્યાપી ગઈ છે.  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (Who) એ કહ્યું છે કે જ્યાં સુધી બધા દેશો રસીકરણ પ્રક્રિયા પૂર્ણ નહીં કરે ત્યાં સુધી વિશ્વ વધતા કોવિડ -19 સંક્ર્મણ અને તેની સામે આવતા નવા વેરિયન્ટ સામે લડવાનું ચાલુ રાખશે.
Tags :
Advertisement

.

×