ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1,685 લોકો થયા કોરોનાથી સંક્રમિત, 83 દર્દીઓના થયા મૃત્યુ
દેશમાં કોરોનાનું સંક્ર્મણ સતત ઘટી રહ્યું છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1,685 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. 2,499 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. દેશમાં ફરી મૃત્યુ આંકમાં વધારો થયો છે. 83 દર્દીઓના મૃત્યુ થયા છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 182.55 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં હાલમાં એક્ટિવ કેસ 21,530 છે. રિકવરી રેટ હાલમાં 98.75% છે. દૈનિક પોઝીટીવીટી રેટ 0.24% છે. સાપ્તાહિક પોઝીટીવીટ
Advertisement
દેશમાં કોરોનાનું સંક્ર્મણ સતત ઘટી રહ્યું છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1,685 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. 2,499 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. દેશમાં ફરી મૃત્યુ આંકમાં વધારો થયો છે. 83 દર્દીઓના મૃત્યુ થયા છે.
દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 182.55 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં હાલમાં એક્ટિવ કેસ 21,530 છે. રિકવરી રેટ હાલમાં 98.75% છે. દૈનિક પોઝીટીવીટી રેટ 0.24% છે. સાપ્તાહિક પોઝીટીવીટી રેટ 0.33% છે.
ભારતમાં અત્યાર સુધીમાં કુલ 4,30,16,372 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. દેશમાં અત્યારે 21,530 લોકો હજુ સંક્રમિત છે. 4,24,78,087 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. 5,16,755 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે.


