દેશમાં કોરોનાના દૈનિક કેસમાં ઘટાડો, આજે 2 હજારથી પણ ઓછા નોંધાયા કેસ
દેશમાં કોરોનાના કેસમાં ઝડપથી ઘટાડો થઇ રહ્યો છે. જે એક સારા સમાચાર છે. દેશમાં કોરોનાના દૈનિક કેસ ઘટીને 2 હજારની નીચે આવી ગયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 1761 નવા કેસ નોંધાયા છે, જ્યારે 127 લોકોના મોત થયા છે. આ પહેલા શનિવારે દેશમાં કોરોનાના 2065 કેસ નોંધાયા હતા, જ્યારે 61 લોકોના મોત થયા હતા.આજે સવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકà
04:28 AM Mar 20, 2022 IST
|
Vipul Pandya
દેશમાં કોરોનાના કેસમાં ઝડપથી ઘટાડો થઇ રહ્યો છે. જે એક સારા સમાચાર છે. દેશમાં કોરોનાના દૈનિક કેસ ઘટીને 2 હજારની નીચે આવી ગયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 1761 નવા કેસ નોંધાયા છે, જ્યારે 127 લોકોના મોત થયા છે. આ પહેલા શનિવારે દેશમાં કોરોનાના 2065 કેસ નોંધાયા હતા, જ્યારે 61 લોકોના મોત થયા હતા.
આજે સવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1761 નવા કેસ નોંધાયા છે અને 127 લોકોના મોત થયા છે. સૌથી મોટી રાહત એ છે કે દેશમાં હવે માત્ર 26,240 એક્ટિવ કેસ બચ્યા છે. સક્રિય કેસોમાં ભારે ઘટાડાનો અર્થ એ છે કે, કોરોના સંક્રમિત દર્દીઓ ઝડપથી સાજા થઈ રહ્યા છે.
વળી, રોગચાળાની શરૂઆતથી સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 4.24 કરોડ (4,24,65,122) થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 4 કરોડ 30 લાખ 7 હજાર 841 કેસ નોંધાયા છે. વળી, આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5 લાખ 16 હજાર 479 થઈ ગઈ છે. માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 4 કરોડ 24 લાખ 65 હજાર 122 લોકો સંક્રમણ મુક્ત થઈ ચૂક્યા છે.
અત્યાર સુધીમાં એન્ટી-કોરોનાવાયરસ રસીના 181 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 15 લાખ 34 હજાર 444 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના 181 કરોડ 27 લાખ 11 હજાર 675 ડોઝ આપવામાં આવ્યા છે.
Next Article