Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ફિલ્મ રોકી ઓર રાની કી પ્રેમ કહાનીમાં ધર્મેન્દ્ર-શબાના આઝમીનો લિપલોક સીન ચર્ચામાં

રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ રોકી ઔર રાની કી લવ સ્ટોરી  સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. . ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે અને ફિલ્મે પહેલા દિવસે ડબલ ડિજિટમાં કમાણી કરી છે. ફિલ્મમાં રણવીર-આલિયાની સાથે ધર્મેન્દ્ર, શબાના આઝમી...
ફિલ્મ રોકી ઓર રાની કી પ્રેમ કહાનીમાં ધર્મેન્દ્ર શબાના આઝમીનો લિપલોક સીન ચર્ચામાં
Advertisement

રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ રોકી ઔર રાની કી લવ સ્ટોરી  સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. . ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે અને ફિલ્મે પહેલા દિવસે ડબલ ડિજિટમાં કમાણી કરી છે. ફિલ્મમાં રણવીર-આલિયાની સાથે ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં છે. . ફિલ્મમાં 87 વર્ષીય ધર્મેન્દ્ર અને 72 વર્ષીય શબાના આઝમીનો એક કિસિંગ સીન છે, જેની હાલના દિવસોમાં ખુબ ચર્ચા થઈ રહી છે.

ધર્મેન્દ્રનું ટ્વિટ
ધર્મેન્દ્ર-શબાના આઝમીના આ કિસિંગ સીનને લઇને લખાયેલા એક આર્ટિકલનો  સ્ક્રીનશોટ શેર કરતા ધર્મેન્દ્રએ પોતાના ટ્વિટમાં લખ્યું, 'મિત્રો, રોકી અને રાની કી લવ સ્ટોરી ફિલ્મ જુઓ.. અને જણાવો કે તમારા ધરમે આ ઉંમરે આ ભૂમિકા કેટલી સારી રીતે ભજવી છે.

Advertisement

Advertisement

શું છે ધર્મેન્દ્ર અને શબાનાનો રોલ ?

ફિલ્મમાં ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમીના રોલ વિશે વાત કરીએ તો, ધર્મેન્દ્રના પાત્રનું નામ કવલજીત , શબાનાના પાત્રનું નામ જેમિની અને જયા બચ્ચનના પાત્રનું નામ ધનલક્ષ્મી છે. યુવાનીમાં કવલજીત એક અકસ્માતમાં ઘાયલ થઈ જાય છે, જેના કારણે તેની યાદશક્તિ આવતી-જતી રહે છે. ત્યાં ફરવા માટે તે વ્હીલ ચેરનો સહારો લે છે. ધનલક્ષ્મી અને કવલજીત પતિ-પત્ની છે, પણ પતિ-પત્ની જેવું કંઈ નથી. યુવાનીમાં કવલજીત સાત દિવસ જૈમિનીને મળ્યો અને પ્રેમમાં પડ્યો, પરંતુ પરિણીત હોવાથી બંને સાથે રહી શક્યા નહીં. હવે ઘણા વર્ષો પછી, રોકી અને રાની તેમને ફરીથી જોડવાનો પ્રયાસ કરે છે.

Tags :
Advertisement

.

×