Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ડીસાના કંસારી ગામે અવિરત વરસાદે અનેક ખેતરોને બેટમાં ફેરવ્યા, જિલ્લામાં ચાર દિવસથી વરસાદી માહોલ

અહેવાલઃ સચિન શેખલિયા, બનાસકાંઠા  બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી અવિરત વરસી રહેલો વરસાદ હવે તારાજી સર્જી રહ્યો છે, જિલ્લાના ડીસા પંથકના કંસારી, બાઈવાડા વિઠોદર,વરણ સહિત અનેક ગામોના ખેતરોમા વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોના પાક ધોવાતા ખેડૂતોની હાલત કફોડી બની છે....
ડીસાના કંસારી ગામે અવિરત વરસાદે અનેક ખેતરોને બેટમાં ફેરવ્યા  જિલ્લામાં ચાર દિવસથી વરસાદી માહોલ
Advertisement

અહેવાલઃ સચિન શેખલિયા, બનાસકાંઠા 

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી અવિરત વરસી રહેલો વરસાદ હવે તારાજી સર્જી રહ્યો છે, જિલ્લાના ડીસા પંથકના કંસારી, બાઈવાડા વિઠોદર,વરણ સહિત અનેક ગામોના ખેતરોમા વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોના પાક ધોવાતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

Advertisement

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી મેઘ મહેર જારી છે. જિલ્લામાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જિલ્લાના ડીસા પંથકમાં થયેલા વરસાદને પગલે ડીસાના કંસારી, બાઈવાડા, વરણ,વિઠોદર સહિત અનેક ગામોમા વરસાદી પાણી ફરી વળતા ગામોના ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેડૂતોએ પોતાના ખેતરોમાં મોઘા દાટ બિયારણો લાવી મગફળી,બાજરી સહિતના પાકોનું વાવેતર કર્યું હતું અને આ પાકોના વાવેતર પાછળ તનતોડ મહેનત કરી આ પાકો થકી ખેડૂત પરિવારો પોતાનું ગુજરાન ચલાવશે તેવા અનેક સપનાઓ જોયા હતા.. પરંતુ જિલ્લામાં મેઘરાજની ધમાકાદાર બેટીગે ખેડૂત પરિવારોના આ સપનાઓ પર પાણી ફેરવી દીધું છે... જોકે આ ખેડૂતોની ચોમાસુ સીઝન તો ફેલ થઈ છે પરંતુ હવે આ ખેડૂતોના ખેતરોમાં ભરાયેલા પાણી ક્યારે ઓસરે છે તે પણ એક પ્રશ્ન છે ત્યારે અત્યારે તો આ ખેડૂતો સરકાર પાસે સહાયની મીટ માંડી બેઠા છે...

Advertisement

ગામના હકમાજી રાણા નામના ખેડૂતએ જણાવ્યું હતુ કે, અમે મારા ખેતરોમાં મોંઘા દાટ બિયારણો લાવી મગફળીનું વાવેતર કર્યું. પરંતુ ભારે વરસાદના પાણી ખેતરોમાં ભરાતા પાક ધોવાઈ ગયો છે જેને લઈ ખૂબ મોટું નુકસાન થયું છે...કંસારી ગામના પૂનાનાભાઈ પટેલ નામના ખેડૂતે જણાવ્યું હતું કે, અમારા ખેતરોમા વરસાદી પાણી ભરાઈ ગયા છે. તમામ પાક નિષ્ફળ થયા છે હવે આ પાકોમાંથી કઈ ઉપજ થઇ શકે તેમ નથી સરકાર કઈ સહાય કરે તેવી માંગ કરી છે...

Tags :
Advertisement

.

×