ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ફિલ્મ ‘રોકી ઓર રાની’માં પિતા ધર્મેન્દ્રના કિસિંગ સીન પર એશા દેઓલે આપ્યું કંઇક આવું રિએક્શન

રોકી ઔર રાની કી પ્રેમ કહાની ફિલ્મ સુપરહિટ રહી.. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો છે. આલિયા અને રણવીરની આ ફિલ્મમાં તેમના કામના વખાણ થયા છે, પરંતુ ફિલ્મ જે વાતને લઈને હંમેશા ચર્ચામાં રહી છે, તે છે ધર્મેન્દ્ર...
10:44 PM Aug 29, 2023 IST | Vishal Dave
રોકી ઔર રાની કી પ્રેમ કહાની ફિલ્મ સુપરહિટ રહી.. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો છે. આલિયા અને રણવીરની આ ફિલ્મમાં તેમના કામના વખાણ થયા છે, પરંતુ ફિલ્મ જે વાતને લઈને હંમેશા ચર્ચામાં રહી છે, તે છે ધર્મેન્દ્ર...

રોકી ઔર રાની કી પ્રેમ કહાની ફિલ્મ સુપરહિટ રહી.. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો છે. આલિયા અને રણવીરની આ ફિલ્મમાં તેમના કામના વખાણ થયા છે, પરંતુ ફિલ્મ જે વાતને લઈને હંમેશા ચર્ચામાં રહી છે, તે છે ધર્મેન્દ્ર અને શબાના આઝમીનો કિસિંગ સીન..જ્યાં 87 વર્ષની ઉંમરે ધર્મેન્દ્ર અને 72 વર્ષની ઉંમરે શબાના આઝમીને ઓનસ્ક્રીન કિસ કરતા જોવું દરેક માટે ચોંકાવનારું હતું.. આ સીન ફિલ્મ રીલીઝના આટલા દિવસ બાદ પણ ચર્ચામાં છે. આ સીન પર ધર્મેન્દ્રના પરિવારજનોની પ્રતિક્રિયા પણ સામે આવી છે. , તેમની પુત્રી એશા દેઓલે આ કિસિંગ સીન પર ખુલીને વાત કરી છે. જો કે આ વિશે વાત કરતા એક વખત તો એશા દેઓલ શરમાઇ ગઇ

ધર્મેન્દ્રના કિસિંગ સીન પર એશા દેઓલે શું કહ્યું?

જ્યારે એશા દેઓલને ધર્મેન્દ્રના કિસિંગ સીન અંગે પૂછવામાં આવ્યું ત્યારે તે પિતાના આ સીન વિશે વાત કરતા શરમાઇ ગઈ હતી. એક ઈન્ટરવ્યુમાં આના જવાબમાં એશાએ કહ્યું, 'મને આ વિશે કોઈ જાણ નહોતી. આ અમારા માટે આશ્ચર્યજનક હતું. બંને એકબીજા સાથે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા હતા. બન્ને પ્રોફેશનલ એકટર્સ છે.

હેમા માલિનીએ પણ પ્રતિક્રિયા આપી છે

આ પહેલા હેમા માલિનીએ પણ પતિ ધર્મેન્દ્રના કિસિંગ સીન પર પ્રતિક્રિયા આપી હતી. પતિ ધર્મેન્દ્રના કિસિંગ સીન વિશે પૂછવામાં આવ્યું, ત્યારે અભિનેત્રીએ કહ્યું, 'મને તે જોવાનો મોકો મળ્યો નથી. લોકો તેમના કિસિંગ સીનને પસંદ કરી રહ્યા છે અને હું તેમના માટે ખુશ છું.

હેમાં માલિનીએ પણ કહ્યું કે સ્ક્રિપ્ટની માંગ પર કિસિંગ સીન કરવા તૈયાર 

તમને જણાવી દઈએ કે હેમા માલિનીએ પણ એક ઈન્ટરવ્યુમાં કિસિંગ સીન કરવામાં કોઇ વાંધો ન હોવાનું કહ્યુ હતું.. હેમા માલિનીએ કહ્યું હતું કે તે સ્ક્રિપ્ટની માંગ પર તે કિસીંગ સીન કરવા તૈયાર છે.

Tags :
Dharmendraesha deolfatherkissing sceneMovieReactionRocky Aur Rani
Next Article