ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

શું આ વિવાદાસ્પદ ગીત હેમંત ચૌહાણે ગાયું છે..?ગુજરાત ફર્સ્ટનું Fact check

અત્યારે આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરાવા માટે સરકાર દ્વારા સતત લોકોને જાગૃત કરવાના પ્રયાસ કરાઇ રહ્યા છે ત્યારે ગુજરાતના લોકપ્રિય લોકગાયક પદ્મશ્રી હેમંત ચૌહાણ (Padmashri Hemant Chauhan)ના સ્વરમાં આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરવાનો વિરોધ કરતો એક...
03:18 PM Apr 08, 2023 IST | Vipul Pandya
અત્યારે આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરાવા માટે સરકાર દ્વારા સતત લોકોને જાગૃત કરવાના પ્રયાસ કરાઇ રહ્યા છે ત્યારે ગુજરાતના લોકપ્રિય લોકગાયક પદ્મશ્રી હેમંત ચૌહાણ (Padmashri Hemant Chauhan)ના સ્વરમાં આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરવાનો વિરોધ કરતો એક...
અત્યારે આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરાવા માટે સરકાર દ્વારા સતત લોકોને જાગૃત કરવાના પ્રયાસ કરાઇ રહ્યા છે ત્યારે ગુજરાતના લોકપ્રિય લોકગાયક પદ્મશ્રી હેમંત ચૌહાણ (Padmashri Hemant Chauhan)ના સ્વરમાં આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરવાનો વિરોધ કરતો એક ઓડિયો સોશિયલ મીડિયામાં (Social media) વાયરલ થયો છે. આ ઓડિયોમાં હેમંત ચૌહાણના સ્વરમાં એક ગીતની બે ત્રણ કડીઓ સાંભળવા મળે છે. પદ્મશ્રી અને મૃદુભાષી હેમંત ચૌહાણના સ્વરમાં આ ગીતની કડીઓ સાંભળવા મળતાં વિવાદ ઉભો થયો છે. જો કે ગુજરાત ફર્સ્ટે ફેક્ટ ચેક કરતાં આ ઓડિયો અશોક સોલંકી નામના યુવકનો હોવાનું અને તેણે માત્ર મનોરંજન માટે આ ગીત ગાયું હોવાનું બહાર આવ્યું છે. જો કે ઓડિયોમાં તેનો અવાજ અદ્દલો અદ્દલ હેમંત ચૌહાણને મળતો આવે છે. હેમંત ચૌહાણે પણ ગુજરાત ફર્સ્ટને કહ્યું કે તેમના અવાજની કોપી કરી છે અને મને બદનામ કર્યો છે.
ઓડિયો લોકગીતના અંદાજમાં
વાયરલ થયેલો આ ઓડિયો લોકગીતના અંદાજમાં રજૂ થયેલો છે. હાલ સરકાર 1લી એપ્રીલ સુધી લોકોને આધાર કાર્ડ અને પાન કાર્ડને લીંક કરાવી દેવા માટે સુચના આપી રહી છે અને તેના અંગે લોકોમાં વિવિધ પ્રકારની પ્રતિક્રીયા પણ જોવા મળે છે ત્યારે સોશિયલ મીડિયામાં રાજ્યના જાણીતા લોકગાયક પદ્મશ્રી હેમંત ચૌહાણના સ્વરમાં એક લોકગીતના અંદાજમાં ગવાયેલી બે થી ત્રણ કડી વાયરલ થઇ છે.
આ ગીતના શબ્દો
આ પાન કાર્ડ લીંક કરાવો આધાર કાર્ડ હારે...પાન કાર્ડ લીંક કરાવો...રુપિયા હજાર ધરાવો આધાર કાર્ડ હારે પાન કાર્ડ લીંક કરાવો....સરકાર પાસે હવે ખુટ્યો ખજાનો...માર્ગ સુઝ્યો પછી એને મજાનો, આ ભોળી પ્રજાને ભરમાવો...આધાર કાર્ડ હારે પાન કાર્ડ લીંક કરાવો......આ 1.46 મિનીટનો ઓડિયો છે...
ઓડિયો વાયરલ થતાં ખળભળાટ
જો કે હેમંત ચૌહાણના સ્વરમાં આ ઓડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. મૃદુભાષી ગણાતા હેમંત ચૌહાણ આવું ગીત ગાઇ શકે કે કેમ તેની ચર્ચા શરુ થઇ હતી ત્યારે ગુજરાત ફર્સ્ટે ફેક્ટ ચેક કરવાનું નક્કી કર્યું હતું.
ઓડિયો અશોક સોલંકી નામના ગાયકનો
ગુજરાત ફર્સ્ટે તપાસ કરતાં આ ઓડિયો જે ગાયકનો છે તેનો જ ખુલાસો મળી આવ્યો હતો. આ ગાયક અશોક સોલંકી છે. અશોક સોલંકીએ એક વિડીયો અને ઓડિયો જાહેર કરીને ખુલાસો કરતાં કહ્યું કે હું અશોક સોલંકી આજે આધાર કાર્ડ પાન કાર્ડ બાબતે જે અત્યારે સોશિયલ મીડીયામાં ઓડિયો વાયરલ થયેલો છે તે હેમંતભાઇએ ગાયેલું નથી. એ મે ખુદ ગાયેલું છે. મનોરંજનના અનુસંધાને હતું. બાકી એની પાછળ કોઇ જાતનો કાંઇ હેતું હતો નહીં. ખાલી એક મનોરંજન હતું અને એક હાસ્યાસ્પદ જેવું જણાય એની માટે મે ખાલી રમત કરવા આ ઓડીયો બનાવ્યો હતો બાકી એમાં હેમંતભાઇ ચૌહાણને કાંઇ લેવા દેવા નથી. આ ગીત મારું ગાયેલું છે એમાં હેમંતભાઇને મળતો અવાજ છે. બાકી હેમંતભાઇએ આ ગીત ગાયેલું નથી. હેમંતભાઇ બિલકુલ નિર્દોષ છે. આ તો કોઇ ગૃપમાં મારા ઓડીયો સાથે હેમંતભાઇનું નામ જોડીને વાયરલ કરેલું છે. હેમંતભાઇને કોઇ લેવા દેવા નથી. હેમંતભાઇ અમારા ગુરુ છે. હેમંતભાઇના ભજનો ગાઇ ગાઇને અમારું જીવન ગુજરાન ચલાવીએ છે. આ જસ્ટ મજાક છે. ખાલી કોમેડી માટે રેકોર્ડીંગ કર્યું હતું. એક મારા એક મિત્રને મોકલ્યું હતું અને તેણે ભુલથી કોઇ ગૃપમાં છોડી દીધું હતું. તેના કારણે વાયરલ થયું છે. બાકી આની પાછળ કોઇ હેતું નથી. સરકારની ઓપીઝીટ નથી. ખાલી જસ્ટ કોમેડી હતી. હેમંતભાઇ બિલકુલ નિર્દોષ છે અને હેમંતભાઇના અમે આશિક છીએ....
કોઇ ડુપ્લીકેટ કરવા વાળાએ આ ગીત ગાયું છે
ગુજરાત ફર્સ્ટે આ મામલે પદ્મશ્રી હેમંત ચૌહાણનો પણ સંપર્ક કર્યો હતો. હેમંત ચૌહાણે કહ્યું કે કોઇ ડુપ્લીકેટ કરવા વાળાએ આ ગીત ગાયું છે. એણે ચોક્કસ ભુલ કરી છે. તેણે મને પણ મેસેજ કર્યો અને વિડીયો મોકલ્યો છે અને કહ્યું કે હું મસ્તી કરતો હતો. આ ગાયકે મારા જેવું જ ગાયું છે પણ સરકાર વિરોધી ગીત થોડું ગવાય. તેને ઠપકો પણ અપાવ્યો છે. આવું તેણે ના કરવું જોઇએ. હું કહું છું કે તું મારી કોપી કર, હું રાજી છું પણ મને બદનામ ના કર. ખોટુ વાયરલ થઇ જાય..મને થયું કે મે આવું ક્યારે ગાયું જેમાં મારો અવાજ નથી.
અશોક સોલંકીનો ઓડિયો ઉપર સાંભળી શકાશે
આ પણ વાંચો----જ્યારે જંગલનો રાજા શ્વાનથી ઉભી પૂછડીએ ભાગ્યો, જુઓ વીડિયો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article