દિલ્હીમાં સતત ચોથા દિવસે એક હજાર કરતા વધારે નવા કેસ, એક્ટિવ કેસ 4 હજારને પાર
રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 1011 નવા કોરોના કેસ નોંધાયા છે. પોઝટિવિટી રેટ વધીને 6.42 ટકા થઈ ગયો છે. આ દરમિયાન 1 દર્દીનું મોત પણ થયું છે. આ સાથે દિલ્હીમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 4168 થઈ ગઈ છે. સોમવારે નોંધાયેલા એક્ટિવ કોરોના કેસની સંખ્યા 12 ફેબ્રુઆરી પછી સૌથી વધુ છે. 12 ફેબ્રુઆરીએ એક્ટિવ કેસની સંખ્યા 4331 હતી.પોઝિટિવિટી રેટ 6% થી વધારેદિલ્હીમાં પોઝિટિવિટી રેટ પણ વધી રહ્યો
Advertisement
રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 1011 નવા કોરોના કેસ નોંધાયા છે. પોઝટિવિટી રેટ વધીને 6.42 ટકા થઈ ગયો છે. આ દરમિયાન 1 દર્દીનું મોત પણ થયું છે. આ સાથે દિલ્હીમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 4168 થઈ ગઈ છે. સોમવારે નોંધાયેલા એક્ટિવ કોરોના કેસની સંખ્યા 12 ફેબ્રુઆરી પછી સૌથી વધુ છે. 12 ફેબ્રુઆરીએ એક્ટિવ કેસની સંખ્યા 4331 હતી.
પોઝિટિવિટી રેટ 6% થી વધારે
દિલ્હીમાં પોઝિટિવિટી રેટ પણ વધી રહ્યો છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડા અનુસાર દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 6%ને વટાવી ગયો છે. દિલ્હીમાં કોરોનાના કેસ અને સંક્રમણનો દર સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 15,742 લોકોની તપાસ કરવામાં આવી છે અને 817 દર્દીઓ કોરોના મુક્ત થયા છે.
હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યા ઓછી
કોરોનાના વધતા જતા કેસ વચ્ચે રાહતની વાત એ છે કે અત્યાર સુધીના આંકડાઓ અનુસાર ઓછા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. આ સંખ્યા સારવાર હેઠળના કુલ દર્દીઓના ત્રણ ટકાથી ઓછી છે. સીએમ અરવિંદ કેજરીવાલે પણ કહ્યું હતું કે કેસ વધવા છતાં હોસ્પિટલોમાં દર્દીઓના દાખલ થવાનો દર ઓછો છે. રવિવારે દિલ્હીમાં કોરોના સંક્રમણના એક હજારથી વધુ કેસ નોંધાયા હતા. રવિવારે દિલ્હીમાં કોરોનાના 1083 નવા કેસ નોંધાયા હતા.
બીજી તરફ નોઈડામાં પણ કોરોના કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 120 નવા કેસ સામે આવ્યા છે. ચિંતાની વાત એ છે કે ઉત્તર પ્રદેશના 55 ટકા કેસ માત્ર નોઇડા જિલ્લામાં મળી આવ્યા છે. જિલ્લામાં એક્ટિવ કોરોના કેસની સંખ્યા વધીને 656 થઈ છે. તે જ સમયે રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 1277 છે.
Advertisement


