Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગદર-2 એ તોડ્યો 'KGF 2' અને 'બાહુબલી 2' જેવી બ્લોકબસ્ટર ફિલ્મોનો રેકોર્ડ

'ગદર 2' બોક્સ ઓફિસ પર ગદર મચાવી રહી છે. ત્રણ દિવસમાં સની દેઓલ અને અમીષા પટેલની આ ફિલ્મે 130 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આટલું જ નહીં અનિલ શર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મે રવિવારે 'KGF 2' અને 'બાહુબલી 2'...
ગદર 2 એ તોડ્યો  kgf 2  અને  બાહુબલી 2  જેવી બ્લોકબસ્ટર ફિલ્મોનો રેકોર્ડ
Advertisement

'ગદર 2' બોક્સ ઓફિસ પર ગદર મચાવી રહી છે. ત્રણ દિવસમાં સની દેઓલ અને અમીષા પટેલની આ ફિલ્મે 130 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આટલું જ નહીં અનિલ શર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મે રવિવારે 'KGF 2' અને 'બાહુબલી 2' જેવી બ્લોકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે.

ગદર 2 એ અત્યાર સુધીમાં આટલા કરોડની કમાણી કરી છે
'ગદર 2' એ પહેલા દિવસે 40.1 કરોડ રૂપિયાની ઓપનિંગ લીધી હતી. ત્યારબાદ બીજા દિવસે 43.08 કરોડનો બિઝનેસ કર્યો. સેકનિલ્કના અહેવાલ મુજબ ત્રીજા દિવસે એટલે કે રવિવારે 20.71 ટકાના ઉછાળા સાથે રૂ.52 કરોડનું કલેક્શન થયું છે. એટલે કે ત્રણ દિવસમાં આ ફિલ્મે લગભગ 135.09 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

Advertisement

'ગદર 2' આ ફિલ્મોને પછાડવામાં નિષ્ફળ રહી
બોક્સ ઓફિસ પર પહેલા રવિવારે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની વાત કરીએ તો શાહરૂખ ખાનની 'પઠાણ' યાદીમાં ટોચ પર છે. 'પઠાણ'એ તેના પહેલા રવિવારે 58.5 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. પરંતુ, 'ગદર 2' એ તેના પહેલા રવિવારે 52 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એટલે કે 'ગદર 2' માત્ર 6.5 કરોડ રૂપિયા સાથે 'પઠાણ'નો રેકોર્ડ તોડવામાં નિષ્ફળ રહી છે. જોકે, 'ગદર 2'એ 'KGF 2', 'Bahubali 2' અને 'Tiger Zinda Hai'ને બોક્સ ઓફિસ પર મ્હાત આપી છે.

Advertisement

આ ફિલ્મોથી નીકળી આગળ 
'KGF 2'ના હિન્દી વર્ઝને તેના પહેલા રવિવારે 50.35 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, ત્યારબાદ પ્રભાસની 'બાહુબલી 2'એ રૂપિયા 46.5 કરોડ, સલમાન ખાનની 'ટાઇગર ઝિંદા હૈ' રૂપિયા 45.53 કરોડ અને આમિર ખાનની 'દંગલ'એ રૂપિયા 41.34 કરોડનું કલેક્શન કર્યું હતું. કરવામાં આવ્યું હતું. જ્યારે 'ગદર 2' એ તેના પહેલા રવિવારે 52 કરોડ રૂપિયાની કમાણી કરી છે

Tags :
Advertisement

.

×