Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રૂપિયાનું તો નહીં, પણ વૈજ્ઞાનિકોને સોનાનું વૃક્ષ મળી આવ્યું છે

Gold In Eucalyptus Tree: આપણે જાણીએ છીએ કે, વૃક્ષ અને છોડ જનજીવન માટે ઓક્સિજન પૂરું પાડે છે. પરંતુ શું તમે જાણો છો કે અમુક વૃક્ષની શાખા સોનાની પણ હોય છે. જોકે આ માહિતી એક સંશોધનમાં સામે આવી છે. વિદેશમાં આવેલા...
રૂપિયાનું તો નહીં  પણ વૈજ્ઞાનિકોને સોનાનું વૃક્ષ મળી આવ્યું છે
Advertisement

Gold In Eucalyptus Tree: આપણે જાણીએ છીએ કે, વૃક્ષ અને છોડ જનજીવન માટે ઓક્સિજન પૂરું પાડે છે. પરંતુ શું તમે જાણો છો કે અમુક વૃક્ષની શાખા સોનાની પણ હોય છે. જોકે આ માહિતી એક સંશોધનમાં સામે આવી છે. વિદેશમાં આવેલા એક વૃક્ષ (Tree) ની શાખાઓમાં સોનાના કણો જોવા મળે છે. ત્યારે આ વૃક્ષનું નામ eucalyptus (નીલગિરી) માલૂમ પડ્યું છે. તો eucalyptus વૃક્ષનું મૂળ, થડ અને શાખાઓ અત્યંત જાડા હોય છે. પરંતુ આ વૃક્ષની નજીક એક સોનાની ખાણ (Gold mine) આવેલી છે.

  • વૃક્ષના મૂળ સોનાની ખાણોની નજીકથી પસાર થાય છે

  • શોધ કરતા લોકોને આ સંશોધન ખૂબ મદદરૂપ થઈ શકે

  • નીલગિરીના ઝાડની મદદથી સોનાની ખાણ શોધી શકાશે

તેથી આ વૃક્ષના મૂળ સોનાની ખાણો (Gold mine) ની નજીકથી પસાર થાય છે, ત્યારે તેઓ સોના (Gold) ના નાના કણોને શોષી લે છે. તેના કારણે આ કણો પછી ઝાડ (Tree) ના થડ અને શાખાઓમાંથી પસાર થાય છે અને પાંદડા સુધી પહોંચે છે. તો સોના (Gold) ની શોધ કરતા લોકોને આ સંશોધન ખૂબ મદદરૂપ થઈ શકે છે. અગાઉ સોનાની ખાણો શોધવા માટે ખાણકામ અને ડ્રિલિંગની જરૂર પડતી હતી, જેના કારણે પર્યાવરણને પણ નુકસાન થતું હતું.

Advertisement

Advertisement

સોનાની શોધ સરળ અને ઓછી ખર્ચાળ બની શકે છે

પરંતુ હવે વૈજ્ઞાનિકો નીલગિરીના ઝાડ (Tree) ની મદદથી સોનાની ખાણ (Gold mine) શોધી શકાશે. જો કોઈ વિસ્તારમાં નીલગિરીના ઝાડ (Tree) ના પાંદડાઓમાં સોનાની વધુ માત્રા જોવા મળે છે, તો તેનો અર્થ એ છે કે તે વિસ્તારમાં સોના (Gold) ની ખાણ હોવાની સૌથી મોટી સંભાવના છે. તેનાથી સોના (Gold) ની શોધ સરળ અને ઓછી ખર્ચાળ બની શકે છે. આ શોધ માત્ર સોના (Gold) ની શોધની રીતને બદલી શકતી નથી પરંતુ પર્યાવરણને બચાવવામાં પણ મદદ કરી શકે છે.

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશમાં ભાજપ નેતાના પુત્રે વૃદ્ધને ઘરમાં ધૂંસીને માર્યા થપ્પડ, જુઓ વીડિયો

Tags :
Advertisement

.

×