ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગોંડલ તાલુકા પંચાયતના નવા સુકાનીઓ બિન હરીફ ચૂંટાયા, નવા પ્રમુખ બન્યા હિનાબેન ઢોલરીયા

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ  ગોંડલ તાલુકા પંચાયતના નવા સુકાનીઓ બિન હરીફ ચૂંટાયા છે..પ્રમુખ પદે હીનાબેન ઢોલરીયા,ઉપપ્રમુખ પદે ચિરાગભાઈ ગોલ તથા કારોબારી ચેરમેન પદે ભાવિકાબા વાઘેલા બીનહરીફ જાહેર થયા છે.. ભાજપ  શાસિત ગોંડલ તાલુકા પંચાયત માં વર્તમાન પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી...
03:00 PM Sep 14, 2023 IST | Vishal Dave
અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ  ગોંડલ તાલુકા પંચાયતના નવા સુકાનીઓ બિન હરીફ ચૂંટાયા છે..પ્રમુખ પદે હીનાબેન ઢોલરીયા,ઉપપ્રમુખ પદે ચિરાગભાઈ ગોલ તથા કારોબારી ચેરમેન પદે ભાવિકાબા વાઘેલા બીનહરીફ જાહેર થયા છે.. ભાજપ  શાસિત ગોંડલ તાલુકા પંચાયત માં વર્તમાન પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી...

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

ગોંડલ તાલુકા પંચાયતના નવા સુકાનીઓ બિન હરીફ ચૂંટાયા છે..પ્રમુખ પદે હીનાબેન ઢોલરીયા,ઉપપ્રમુખ પદે ચિરાગભાઈ ગોલ તથા કારોબારી ચેરમેન પદે ભાવિકાબા વાઘેલા બીનહરીફ જાહેર થયા છે..

ભાજપ  શાસિત ગોંડલ તાલુકા પંચાયત માં વર્તમાન પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ ની અઢીવર્ષ ની ટર્મ પુરી થતા આજે સવારે તાલુકા પંચાયત કચેરી ખાતે  પ્રાંત અધિકારીંની અધ્યક્ષતા મા યોજાયેલ ચુંટણીમા  આગામી અઢીવર્ષ માટે નવા સુકાનીઓ બીનહરીફ જાહેર થયા હતા. જેમા પ્રમુખ તરીકે હીનાબેન ઢોલરીયા ઉપપ્રમુખ તરીકે ચિરાગભાઈ ગોલ તથા કારોબારી ચેરમેન તરીકે ભાવિકાબા વાઘેલા બીનહરીફ ચુંટાયા હતા.

તાલુકા પંચાયતની તમામ ૨૧ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાતો હોઇ તાલુકા પંચાયતમાં ચુંટણી માત્ર ફોર્માલીટી બની રહી હતી.ચુંટણીવેળા ભાજપ મોવડી જયરાજસિહ જાડેજા,જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા,અગ્રણી પ્રફુલભાઈ (બાઉભાઇ)ટોળીયા, અશોકભાઈ પીપળીયા, તાલુકા ભાજપ પ્રમુખ ભગવાનજીભાઈ રામાણી સહિત આગેવાનો અને બહોળી સંખ્યામાં કાર્યકરો તથા સમર્થકો ઉપસ્થિત રહી ઢોલનગારા સાથે ફટાકડા ફોડી શુભેચ્છાઓ અપાઇ હતી

Tags :
captainselectedGondalGondal taluka panchayatHinaben Dholarianew presidentunopposed
Next Article