Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Botad: અંધશ્રદ્ધાના ચકરડાંમાં ફસાયેલા યુવકને અંતે ઝેર પીવાનો વારો આવ્યો, જાણો આ ચોંકાવનારો કિસ્સો

અહેવાલ -ગજેન્દ્ર ખાચર, બોટાદ    બોટાદ ના ભાવેશ બાવળિયા એ ભુવાના ત્રાસ થી પીધી દવા..દવા પીધા બાદ યુવાન સારવાર માટે સરકારી સોનાવાલા હોસ્પિટલમાં. ભાવેશનો આક્ષેપ 9 વર્ષ માં ભુવા ને 10 લાખ રોકડ અને સોના નો ચેન તેમજ બુટી આપી....
botad  અંધશ્રદ્ધાના ચકરડાંમાં ફસાયેલા યુવકને અંતે ઝેર પીવાનો વારો આવ્યો  જાણો આ ચોંકાવનારો કિસ્સો
Advertisement

અહેવાલ -ગજેન્દ્ર ખાચર, બોટાદ 

 

Advertisement

બોટાદ ના ભાવેશ બાવળિયા એ ભુવાના ત્રાસ થી પીધી દવા..દવા પીધા બાદ યુવાન સારવાર માટે સરકારી સોનાવાલા હોસ્પિટલમાં. ભાવેશનો આક્ષેપ 9 વર્ષ માં ભુવા ને 10 લાખ રોકડ અને સોના નો ચેન તેમજ બુટી આપી. પહેલા સગપણ બાદ સંતાનને લઈ છેતરપીંડી કર્યા નો કરાયો આક્ષેપ.પોલીસ ફરિયાદ નોંધાવી હતી

Advertisement

બોટાદ શહેરના ખોડિયાર નગરમાં રહેતા ભાવેશ કાળુભાઇ બાવળિયા હીરા ઘસવાની કામગીરી કરી પોતાનું ગુજરાન ચલાવતા. ભાવેશના જણાવ્યા મુજબ 9 વર્ષ પહેલાં સગપણને લઈ બેલા ગામમાં રહેતા પ્રોસોત્તમ ભુવા પાસે મારા બા હયાત હતા ત્યારે અમે ત્યાં ગયા હતા અને દાણા જોઈ 3 વર્ષ સુધી અલગ અલગ રીતે થોડા થોડા કરી રૂપિયા 3.5 લાખ ભુવા એ વિધિના બહાને પડાવ્યા હતા. અને ત્યારબાદ મારુ એક જગ્યા એ સગપણ થયું અને ફુલહાર કર્યા જેને લઈ ભુવા એ કીધું કે સંતાન થશે નહીં તેમ કહી અલગ અલગ વિધિ કરી અને ત્યારબાદ ભાવેશના જણાવ્યા મુજબ તેમની પત્ની ચાલી ગઈ હતી

ભાવેશ પણ બોટાદ છોડી અને ગઢડા તાલુકાના ઉગામેડી ગમે રહેવા ચાલ્યો ગયો હતો. અને ત્યાં ધીમી ધીમે કરી રૂપિયા 6.5 લાખ ભેગા કરેલ અને ત્યારબાદ ભુવા ને ફરીએકવાર પત્ની પરત આવે તેના માટે કહેલ જેમાં વિધિ ના બહાને મારી પાસે થી ધીરે ધીરે કરી 6.5 લાખ અને એક સોનાનો ચેન તેમજ બુટી પડાવ્યા પણ મારી પરિસ્થિતિ બદલાઈ નહિ જેને લઈ મેં પરસોત્તમ ભુવા ને મારા રૂપિયા પરત આપવા જણાવેલ જેમાં ભુવા એ મને ધમકાવી એવું કહેલ કે જો રૂપિયા માંગીશ તો તે માતા ના મઢ માંથી 1 લાખ રૂપિયા ની ચોરી કરી છે. તેવું કહી તને ફસાવી દઈશ જેના કારણે મેં દવા પીધી હોવાનું ભાવેશ દ્રારા જણાવવામાં આવ્યું. ત્યારે હાલ તો ભાવેશ ની તબિયત સારી છે અને આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવાની કામગીરી શરૂ.ભાવેશની માંગ કે મને ન્યાય આપો અને આવા ભુવા પાસે જવું નહિ તેવું  નિવેદન આપ્યું   હતું

આ પણ વાંચો -BOTAD : ગઢડાના પીપળી ગામે પુત્રએ પિતાનું ઢીમ ઢાળી દીધું, વાંચો આ ચોંકાવનારો કિસ્સો

Tags :
Advertisement

.

×