Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : માતાએ દીકરા પર જીવલેણ હુમલો કરી પોતે ગાળા પર ચપ્પું ફેરવી આપઘાત કર્યો!

અમદાવાદના (Ahmedabad) વેજલપુર વિસ્તારમાં આત્મહત્યાની ઘટના બની છે. માતાએ દીકરા પર જીવલેણ હુમલો કર્યા બાદ પોતે આપઘાત કર્યો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. પહેલા માતાએ દીકરાના ગળાના ભાગે ચપ્પુના ઘા મારી અને પછી પોતાના ગળાના ભાગે ચપ્પુ મારીને આપઘાત કર્યો...
ahmedabad   માતાએ દીકરા પર જીવલેણ હુમલો કરી પોતે ગાળા પર ચપ્પું ફેરવી આપઘાત કર્યો
Advertisement

અમદાવાદના (Ahmedabad) વેજલપુર વિસ્તારમાં આત્મહત્યાની ઘટના બની છે. માતાએ દીકરા પર જીવલેણ હુમલો કર્યા બાદ પોતે આપઘાત કર્યો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. પહેલા માતાએ દીકરાના ગળાના ભાગે ચપ્પુના ઘા મારી અને પછી પોતાના ગળાના ભાગે ચપ્પુ મારીને આપઘાત કર્યો છે. આ મામલે વેજલપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

દીકરા પર જીવલેણ હુમલો કર્યા બાદ માતાએ આપઘાત કર્યો

અમદાવાદના (Ahmedabad) વેજલપુર વિસ્તારમાં (Vejalpur) એક હચમચાવે એવો બનાવ બન્યો છે. ફતેવાડી (Fatewadi) વિસ્તારમાં એક માતાએ પોતાના દીકરા પર જીવલેણ હુમલો કર્યા બાદ પોતે જીવન ટુંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક અહેવાલ મુજબ, માતાએ પોતાના ઘરમાં જ દીકરાના ગળાના પાછળના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા. ત્યાર બાદ પોતાના ગળાના ભાગે પણ ચપ્પુ ફેરવી આપઘાત કર્યો છે.

Advertisement

હકીકત જાણવા પોલીસની કવાયત

આ મામલે જાણ થતા વેજલપુર પોલીસ (Vejalpur police) ઘટના સ્થળે પહોંચી છે. જો કે, માતાએ કયાં કારણોસર દીકરા પર હુમલો કરી પોતે આપઘાત (Suicide) કર્યો છે તે જાણી શકાયું નથી. હાલ આ મામલે વેજલપુર પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જો કે, આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

Advertisement

આ પણ વાંચો - Rath Yatra : રથયાત્રા પૂર્વે ક્રાઇમ બ્રાન્ચ અને SOG નો સપાટો, વાસણા-વેજલપુર અને મિરઝાપુરમાં કરી મોટી કાર્યવાહી

આ પણ વાંચો - Bharuch: પોલીસે 1000 લીટર દેશી દારૂના બમ્પરો સાથે બુટલેગરોનો દબોચ્યા, કાર્યવાહી હાથ ધરી

આ પણ વાંચો - VADODARA : વેપારી પાસે રૂ. 1 કરોડની ખંડણી માંગનારને પિસ્તોલ-કારતુસ આપનાર ઝબ્બે

Tags :
Advertisement

.

×