Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : રૂ.10 લાખની લાંચ કેસમાં 2 લાંચિયા અધિકારી ઝબ્બે, મુખ્ય આરોપી હાલ પણ ફરાર

અમદાવાદ (Ahmedabad) સાઇબર ક્રાઈમ (ACB) સેલનો લાંચકાંડ બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. ક્રિકેટ સટ્ટા બેટિંગના (cricket betting) કેસમાં ઝડપી ચાર્જશીટ કરવાને લઈ રૂ. 10 લાખની લાંચ કેસમાં PI બી.એમ. પટેલ સહીત 3 સામે ગુનો નોંધાયો છે. આ કેસમાં...
ahmedabad   રૂ 10 લાખની લાંચ કેસમાં 2 લાંચિયા અધિકારી ઝબ્બે  મુખ્ય આરોપી હાલ પણ ફરાર
Advertisement

અમદાવાદ (Ahmedabad) સાઇબર ક્રાઈમ (ACB) સેલનો લાંચકાંડ બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. ક્રિકેટ સટ્ટા બેટિંગના (cricket betting) કેસમાં ઝડપી ચાર્જશીટ કરવાને લઈ રૂ. 10 લાખની લાંચ કેસમાં PI બી.એમ. પટેલ સહીત 3 સામે ગુનો નોંધાયો છે. આ કેસમાં સાઇબર સેલના ASI અને હેડ કોન્સ્ટેબલની ACB એ ઘરપકડ કરી છે. જ્યારે PI બી.એમ.પટેલ હાલ ફરાર છે. આ મામલે ACB દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.

બે લાંચિયા અધિકારી ઝડપાયા, એક ફરાર

પ્રાપ્ત માહિતી મુજબ, ક્રિકેટ સટ્ટા અંગે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ કેસમાં ઝડપથી ચાર્જશીટ દાખલ કરવા માટે શાહીબાગ (Shahibaug) સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના PI બી.એમ.પટેલ (PI BM Patel) અને અનાર્મ હેડ કોન્સ્ટેબલ અમથાભાઇ કુવરાભાઇ પટેલ (Amthabhai Patel) દ્વારા લાંચની માગણી કરી હતી. જો કે, રકઝક બાદ રૂ. 10 લાખ આપવાનું નક્કી કરાયું હતું. પરંતુ, ફરિયાદી લાંચ આપવા ન માગતા હોવાથી તેમણે ACB નો સંપર્ક કર્યો હતો. એસીબી દ્વારા છટકું ગોઠવીને સાઇબર ક્રાઇમ ASI ગૌરાંગકુમાર દિનેશભાઇ ગામેતી (Gaurangkumar Gameti) અને અનાર્મ હેડ કોન્સ્ટેબલ અમથાભાઇ પટેલની ધરપકડ કરી છે.

Advertisement

રૂ. 10 લાખની લાંચ કેસમાં 3 પૈકી 2ની ધરપકડ

Advertisement

મુખ્ય આરોપી PI બી.એમ.પટેલની શોધખોળ યથાવત

માહિતી મુજબ, મુખ્ય આરોપી PI બી.એમ.પટેલ (PI BM Patel) હાલ ફરાર છે. આ મામલે 3 લાંચિયા પોલીસકર્મીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જે પૈકી 2 ની ધરપકડ થઈ છે જ્યારે એક ફરાર છે. ACB દ્વારા PI બી.એમ.પટેલની શોધખોળ હાથ ધરી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કે, સાઇબર ક્રાઇમના (Ahmedabad) કર્મચારીઓ દ્વારા લાંચકાંડ બહાર આવતા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે.

આ પણ વાંચો - Surendranagar: લાંચિયો વકીલ હવે જેલના હવાલે! ACB એ રૂપિયા 7000ની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યો

આ પણ વાંચો - Janagadh : શ્રીધામ ગુરુકુળના સ્વામી સાથે મારપીટ મામલે ફરિયાદ બાદ પોલીસની મોટી કાર્યવાહી

આ પણ વાંચો - Vadodara: વોન્ટેડ લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ, પાંચ આરોપીઓની કરાઈ ધરપકડ

Tags :
Advertisement

.

×