Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : વધુ એક વખત આવાસ યોજનાનાં નામે કૌભાંડ! AMC-બિલ્ડર પર ભ્રષ્ટાચારનાં આરોપ

અમદવાદમાં (Ahmedabad) વધુ એક વખત આવાસ યોજનાના નામે કૌભાંડ થયાનો આરોપ સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યો છે. ઓઢવમાં આવેલ શિવમ આવાસ યોજનાનું (Shivam Housing Scheme) રી-ડેવલપમેન્ટનું કામ પૂર્ણ થવામાં આવનાર છે. ત્યારે મૂળ રહીશો દ્વારા AMC અને બિલ્ડર પર ભ્રષ્ટાચારનાં આરોપ...
ahmedabad   વધુ એક વખત આવાસ યોજનાનાં નામે કૌભાંડ  amc બિલ્ડર પર ભ્રષ્ટાચારનાં આરોપ
Advertisement

અમદવાદમાં (Ahmedabad) વધુ એક વખત આવાસ યોજનાના નામે કૌભાંડ થયાનો આરોપ સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યો છે. ઓઢવમાં આવેલ શિવમ આવાસ યોજનાનું (Shivam Housing Scheme) રી-ડેવલપમેન્ટનું કામ પૂર્ણ થવામાં આવનાર છે. ત્યારે મૂળ રહીશો દ્વારા AMC અને બિલ્ડર પર ભ્રષ્ટાચારનાં આરોપ લગાવામાં આવ્યા છે.

Advertisement

જણાવી દઈએ કે, વર્ષ 2018 ની 26 ઓગસ્ટના રોજ અમદાવાદનાં (Ahmedabad) ઓઢવમાં (Odhav) આવેલ શિવમ આવાસનાં બે ફ્લેટ ધરાશાયી થયા હતા, જેમાં એકનું મોત થયું હતું. હવે 6 વર્ષ બાદ અહીંયા આવાસ બનીને તૈયાર થયા છે. ત્યારે હજુ પણ લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેમને તેમના આવાસની ચાવી આપવામાં આવશે. સાથે જ આવાસ પડવાથી લઈને આવાસની ફાળવણી સુધીમાં અન્યાય થયાની વાત સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, શિવમ આવાસ યોજનાનાં 2 બ્લોક ધરાશાયી થયા બાદ 2018 થી 2020 સુધીનું 1 પણ રુપિયો ભાડું આપવામાં આવ્યું નથી.

Advertisement

રહીશો પાસેથી મૂળ માલિકની NOC માંગવામાં આવી, જે નિયમમાં જ નથી. બીજા અન્ય આવાસોમાં માત્ર એફિડેવિટ માંગવામાં આવે છે. જરૂરી બીજા તમામ પૂરાવા હોવા છતાં માત્ર NOC ન હોવાના કારણે 94 જેટલાં પરિવારો આજે પણ મકાન અને આજદિન સુધી ભાડાથી વંચિત રહ્યા છે. રી-ડેવલપમેન્ટ (Re-Development) પોલિસી મુજબ, હયાત મકાનનાં 40% મોટું મકાન બનાવવું તો તમે નાના મકાનો કેમ બનાવ્યા ? પહેલા 25 Sq Mt. નું મકાન હતું, જેના બદલે 30 sq mt. નું જ બનાવવામાં આવ્યું છે. એવા આરોપ થયા છે. પોલિસી મુજબ 1332 પરિવારો માટે 2 આંગણવાડી, 2 હેલ્થ સેન્ટર, 2 કોમ્યુનિટી હોલ હોવા જોઈએ, જેના બદલે માત્ર 1 નાનું હેલ્થ સેન્ટર (Health Center) બનાવવામાં આવ્યું છે. એક પણ આંગણવાડી કે એક પણ કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યા નથી. રી-ડેવલપમેન્ટ પોલિસી 2016 માં લાગુ કરવામાં આવી હતી. ત્યારે નિયમ હતો કે BU પરમિશન મળ્યા દિવસથી 7 વર્ષ સુધી લિફ્ટ, બોર, રોડ રસ્તા અને અન્ય જવાબદારી ડેવલપરની હશે. તો 8 વર્ષ બાદ મેન્ટેનન્સનો નવો ઠરાવ કરીને 7 વર્ષનાં મેન્ટેનન્સ પેટે રૂ. 50 હજાર કેમ લેવામાં આવે છે ?

અહેવાલ : રિમા દોશી, અમદાવાદ

આ પણ વાંચો - Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાઇરસનો પગપસેરો! અત્યાર સુધી 14 નાં મોત

આ પણ વાંચો - Patan : રાધનપુર-વારાહી રોડ પર અચાનક એક કાર ભડભડ સળગી, 1 નું મોત

આ પણ વાંચો - Mehsana : ગામમાં વહી OIL ની નદી! ગ્રામજનોમાં આક્રોશ, આપી આંદોલનની ચીમકી

Tags :
Advertisement

.

×