Ahmedabad : મહિલા તબીબનાં આપઘાત કેસમાં આરોપી PI ખાચરની ધરપકડને લઈ મહત્ત્વનો હુકમ
અમદાવાદમાં (Ahmedabad) મહિલા ડોક્ટરનાં આપઘાત કેસમાં આરોપી PI B.K ખાચરને (PI B.K Khachar) ગુજરાત હાઇકોર્ટથી આંશિક રાહત મળી છે. માહિતી મુજબ, હાઈકોર્ટે આરોપી PI ખાચરને મળેલી આંશિક રાહતમાં વધારો કર્યો છે અને 24 જૂન સુધી વધારી છે. કોર્ટે 24 જૂન સુધી ધરપકડ પર વચગાળાનો મનાઈ હુકમ કર્યો છે.
આંશિક રાહતમાં કર્યો વધારો
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch ) કચેરી પરિસરમાં તબીબ યુવતીનાં આપઘાતના કેસમાં આરોપી અને આર્થિક નિવારણ શાખાના તત્કાલીન PI B.K ખાચરને મળેલી આંશિક રાહતને હાઇકોર્ટે (Gujarat High Court,) 24 જૂન સુધી વધારી છે. અગાઉ આરોપી પીઆઈ ખાચર તરફથી હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી, જેમાં કોર્ટે 18 જૂન સુધી ધરપકડ અંગે રાહત આપી હતી અને તપાસ સમિતિ સમક્ષ હાજર થવા ફરમાન કર્યું હતું, જેમાં આજે ગુજરાત હાઇકોર્ટે 24 જૂન સુધી બી.કે ખાચરની ધરપકડ પર રોક લાગવી છે અને તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા હુકમ કર્યો છે.
વિવિધ દિશામાં તપાસનો ઘમઘમાટ
મહત્ત્વનું છે કે આજે પણ ખાચરને ( PI Khachar) તપાસ એજન્સી સામે હાજર થવા હુકમ કરાયો છે. હાલ તપાસ સમિતિ દ્વારા આર્થિક ગુના નિવારણ શાખાનાં (Economic Prevention Branch) અન્ય કર્મચારીઓના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે. ઉપરાંત, PI બી.કે. ખાચરની પણ પૂછપરછ કરવાં આવી રહી છે. અગાઉ સતત 3 દિવસ બી.કે. ખાચરની તપાસ સમિતિ દ્વારા પૂછપરછ કરાઈ હતી, જેમાં મોબાઈલ અને લેપટોપ પોલીસે કબજે કર્યા હતા. સાથે જ 102 દિવસ સુધી આરોપી ખાચર ક્યાં હતા ? કોણ તેમને મદદ કરતું હતું ? ઉપરાંત આ કેસમાં પોતે નિર્દોષ છે તો શા માટે તેઓ ફરાર હતા ? સાથે જે મૃતક તબીબ યુવતી સાથેનાં પ્રેમસબંધ સહિત તમામ બાબતોને આધારે પોલિસ હાલના તબક્કામાં પૂછપરછ કરી રહી છે. ત્યારે આ સમગ્ર કેસની વધુ સુનાવણી 24 જૂનનાં રોજ મુક્કર કરાઈ છે.
અહેવાલ : કલ્પીન ત્રિવેદી, અમદાવાદ
આ પણ વાંચો - SURAT : પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત આવ્યા એક્શન મોડમાં, એકસાથે 41 PI ની કરાઇ બદલી
આ પણ વાંચો - TET-TAT : કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ-MLA જિજ્ઞેશ મેવાણીના સરકાર પર પ્રહાર, કરી આ માગ
આ પણ વાંચો - Indian Railways : હવે ટ્રેન મોડી પડે તો ચિંતા ના કરતાં! ગ્રાહક સુરક્ષા આયોગનો મહત્ત્વનો નિર્ણય