Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AYODHYA : વિશ્વભરના ઇસ્કોન મંદિરમાં પણ વિશેષ ઉજવણીનો માહોલ

AYODHYA : 22 જાન્યુઆરી 2024 ના અયોધ્યામાં (AYODHYA) ભગવાન શ્રી રામ લલ્લા વિરાજમાન થશે જેની તૈયારી સંપૂર્ણ ભારત ભરમાં રંગે ચાલી રહી છે. આ શુભ પ્રસંગના ભાગરૂપે વિશ્વભરના ઇસ્કોન મંદિરમાં પણ એક વિશેષ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં...
ayodhya   વિશ્વભરના ઇસ્કોન મંદિરમાં પણ વિશેષ ઉજવણીનો માહોલ
Advertisement

AYODHYA : 22 જાન્યુઆરી 2024 ના અયોધ્યામાં (AYODHYA) ભગવાન શ્રી રામ લલ્લા વિરાજમાન થશે જેની તૈયારી સંપૂર્ણ ભારત ભરમાં રંગે ચાલી રહી છે. આ શુભ પ્રસંગના ભાગરૂપે વિશ્વભરના ઇસ્કોન મંદિરમાં પણ એક વિશેષ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજકોટમાં કાલાવડ રોડ ખાતે આવેલ, શ્રી શ્રી રાધા નીલમાધવ ધામ, ઇસ્કોન મંદિરમાં પણ 22 જાન્યુઆરી એ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ અંગે વધુ માહિતી આપતા ઇસ્કોન મંદિર રાજકોટના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી જણાવે છે કે " AYODHYA 22 જાન્યુઆરીના દિવસે ઇસ્કોન મંદિરમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે જેમાં ભગવાન શ્રી રામ દરબારને વિશેષ શૃંગાર કરવામાં આવશે તેમજ તેમના ગર્ભગૃહને વિવિધ રંગબેરંગી ફૂલોથી તેમજ દીવડાઓથી સુશોભિત કરવામાં આવશે.

Advertisement

સાંજે 5 થી 9 એક વિશેષ કાર્યક્રમનું આયોજન

મંદિરમાં સાંજે 5 થી 9 એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સાંજે પાંચ વાગ્યે મંદિરમાં બિરાજમાન શ્રી શ્રી સીતારામ લક્ષ્મણ હનુમાનજી મહારાજ ના ઉત્સવ મૂર્તિને મંદિર પરિસરમાં સુશોભિત પાલખી માં બેસાડી ને પાલખી યાત્રા કાઢવામાં આવશે. ત્યારબાદ વિશેષ રામકથાનું તેમજ રામ કીર્તન અને નૃત્યનું પણ આયોજન કરવામાં આવેલ છે, કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે મંદિરને વિવિધ રંગબેરંગી લાઈટોથી રોશનગારથી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પધારેલ સૌ કોઈ ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે "

Advertisement

પ્રેમી જનતાને ઇસ્કોન મંદિર રાજકોટ આયોજિત

તો 22 જાન્યુઆરી 2024 ના દિવસે, રાજકોટ ની ધર્મ પ્રેમી અને ઉત્સવ પ્રેમી જનતાને ઇસ્કોન મંદિર રાજકોટ આયોજિત આ ઉત્સવમાં પધારવા માટે તેમજ ભગવાન શ્રી શ્રી સીતા રામ લક્ષ્મણ હનુમાનજીના દર્શન કરવા માટે, પાલખી યાત્રાનો તેમજ રામકથા અને રામ કીર્તન અને મહાપ્રસાદનો લાભ લેવા માટે મંદિરે પધારવાનું ભાવભર્યું આમંત્રણ છે.

આ પણ વાંચો - SURAT ACCIDENT : સુરતમાં સિટી બસે લીધો વધુ એકનો જીવ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×