Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar : કેમ ભણશે ગુજરાત ? માતલપર સરકારી શાળામાં 132 વિદ્યાર્થીઓ સામે માત્ર 2 જ શિક્ષક

ગુજરાત સરકાર દ્વારા 'ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત' જેવા સ્લોગન આપવામાં આવે છે અને સાથે જ શાળામાં 'પ્રવેશોત્સવ' જેવા કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવે છે, જેથી રાજ્યમાં સાક્ષરતાનો દર વધે. પરંતુ, બીજી તરફ જમીની હકીકત જુદી જ જોવા મળે...
bhavnagar   કેમ ભણશે ગુજરાત   માતલપર સરકારી શાળામાં 132 વિદ્યાર્થીઓ સામે માત્ર 2 જ શિક્ષક
Advertisement

ગુજરાત સરકાર દ્વારા 'ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત' જેવા સ્લોગન આપવામાં આવે છે અને સાથે જ શાળામાં 'પ્રવેશોત્સવ' જેવા કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવે છે, જેથી રાજ્યમાં સાક્ષરતાનો દર વધે. પરંતુ, બીજી તરફ જમીની હકીકત જુદી જ જોવા મળે છે. માહિતી મુજબ, જેસર તાલુકાની (Bhavnagar) માતલપર સરકારી શાળામાં ધો. 9 થી 12 ના વર્ગ ચાલે છે. પરંતુ, આ શાળામાં ફક્ત બે જ શિક્ષકો ફરજ બજાવે છે. તેમાંય એક શિક્ષક તો શાળાના વહીવટ તથા અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત હોય છે. આથી ફક્ત એક જ શિક્ષક 132 વિદ્યાર્થીને ભણાવે છે. તેમ વાલીઓએ જણાવ્યું છે.

ભાવનગર (Bhavnagar) જિલ્લાના જેસર તાલુકાની માતલપર સરકારી શાળામાં (Matalpar Government School) શિક્ષકોના ઘટ ના લીધે વિદ્યાર્થીઓના અભ્યાસને માઠી અસર થઈ રહી છે. માહિતી મુજબ, શાળામાં 132 જેટલા વિદ્યાર્થીઓ છે, જ્યારે તેની સામે માત્ર 2 જ શિક્ષકો છે. ગ્રામજનો અને વાલીઓનું કહેવું છે કે આ બે શિક્ષકો પૈકી એક વહીવટ કાર્ય અને અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોય છે ત્યારે માત્ર 1 શિક્ષક જ 132 જેટલા વિદ્યાર્થીઓને ભણાવે છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ કેવી રીતે અભ્યાસ કરતા હશે તે વિચારી શકાય છે. વાલીઓએ જણાવ્યું કે, હવે ટૂંક સમયમાં ધો. 10 અને 12 ની પરીક્ષા શરૂ થવાની છે ત્યારે શિક્ષકોના ઘટના લીધે વિદ્યાર્થીઓનું પરિણામ પણ પ્રભાવિત થશે.

Advertisement

Advertisement

શિક્ષણમંત્રી, ધારાસભ્ય, સાંસદ સભ્ય સુધી રજૂઆત છતાં કાર્યવાહી નહીં

માતલપર ગામના સરપંચ ભરતભાઈ ભાલીયા દ્વારા આ સમસ્યા અંગે શિક્ષણમંત્રી, ધારાસભ્ય, સાંસદ સભ્ય સુધી લેખિત અને મૌખિત રજૂઆત કરવામાં આવી ચૂંકી છે પરંતુ, અત્યાર સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. છેલ્લા નવ મહિનાથી શાળાના પટાવાળાનો પગાર પણ થયો નથી. શિક્ષણમંત્રી તેમ જ નાયબ શિક્ષણ નિયામક અને ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી (MLA Sudhirbhai Vaghani) તેમ જ સાંસદ નારણભાઈ કાછડીયા (MP Naranbhai Kachhdia) સુધી પણ રજૂઆત કરવા છતાં માતલપર ગામની (Matalpar) શાળાનો પ્રશ્ન હલ થતો નથી, જેથી હવે જો માતલપર શાળામાં પૂરતા શિક્ષકો નહીં મૂકવામાં આવે તો વાલીઓ અને ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી તથા ધરણા પ્રદર્શનની તૈયારી દાખવી છે. સરકાર વહેલી તકે માતલપરની શાળામાં સરકારી શિક્ષકો મૂકવામાં આવે તેવી ગ્રામજનો તેમ જ વાલીઓએ માગણી કરી છે.

આ પણ વાંચો - Vadodara : ‘હરણી હત્યાકાંડ’ માં ખુલાસો, ભાગીદારોને બોટિંગના નિયમોની જ જાણ નહોતી!

Tags :
Advertisement

.

×