Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Botad : પોલીસે BJP નેતાની ધરપકડ તો કરી પછી ડર લાગતા નેતાને ઉતારીને ફરાર!

બોટાદના (Botad) પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદનો મામલો સામે આવ્યો છે. આ ફરિયાદ શહેર ભાજપ (BJP) પ્રમુખના કારીગરે કરી છે. દુકાન બહાર પડેલી બાઈક મામલે વિવાદ થતા પોલીસ કોન્સ્ટેબલે દાદાગીરી કરીને રોફ જમાવતા કહ્યું હતું કે, 'હું એલસીબી પોલીસમાં છું'. ત્યાર...
botad   પોલીસે bjp નેતાની ધરપકડ તો કરી પછી ડર લાગતા નેતાને ઉતારીને ફરાર
Advertisement

બોટાદના (Botad) પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદનો મામલો સામે આવ્યો છે. આ ફરિયાદ શહેર ભાજપ (BJP) પ્રમુખના કારીગરે કરી છે. દુકાન બહાર પડેલી બાઈક મામલે વિવાદ થતા પોલીસ કોન્સ્ટેબલે દાદાગીરી કરીને રોફ જમાવતા કહ્યું હતું કે, 'હું એલસીબી પોલીસમાં છું'. ત્યાર બાદ કારિગરને કોન્સ્ટેબલ પોલીસ સ્ટેશને લઈ જતા શહેર ભાજપ પ્રમુખ (BJP state president) પહોંચ્યા હતા. જો કે, રસ્તામાં શહેર ભાજપ પ્રમુખને ગાડીમાંથી નીચે ઉતારી કોનસ્ટેબલ ફરાર થયો હતો. આ મામલે બોટાદ પોલીસે (Botad Police) કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

શહેર ભાજપ પ્રમુખની જાનકી પોલિસિંગની દુકાન અને કારીગર

Advertisement

'હું એલસીબી પોલીસમાં છું' કહી દાદાગીરી કરી

પ્રાપ્ત માહિતી મુજબ, બોટાદ (Botad) શહેરના ભાજપ પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત સાવલિયાના (Chandrakant Savalia) કારીગર રોનક કુમારે પોલીસ કોન્સ્ટેબલ યોગેશ બાવળિયા (Yogesh Bawliya) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જે મુજબ, યોગેશ બાવળિયા શહેર ભાજપ પ્રમુખની જાનકી પોલિસિંગની દુકાને આવ્યો હતો અને કારીગર રોનક (Ronak Kumar) સાથે દુકાન બહાર પડેલી બાઈક મામલે માથાકૂટ કરી હતી. કોન્સ્ટેબલે રોફ જમાવતા કહ્યું હતું કે, 'હું એલસીબી પોલીસમાં છું'. ત્યાર બાદ દાદાગીરી કરી પોલીસ કોન્સ્ટેબલ રોનક કુમારને પોલીસ સ્ટેશન લઈ જતો હતો ત્યારે શહેર ભાજપ પ્રમુખ (BJP state president) ચંદ્રકાંત સાવલિયા પણ ત્યાં પહોંચ્યા હતા અને તેની સાથે પોલીસ સ્ટેશન જવા કહ્યું હતું.

Advertisement

શહેર ભાજપ પ્રમુખને ગાડીમાંથી નીચે ઉતારી કોન્સ્ટેબલ ફરાર થયો

જો કે, રસ્તામાં શહેર ભાજપ પ્રમુખને ગાડીમાંથી નીચે ઉતારી પોલીસ કોન્સ્ટેબલ ફરાર થયો હતો. શહેર ભાજપ પ્રમુખના કારીગર રોનક કુમારે પોલીસ કોન્સ્ટેબલ યોગેશ બાવળિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બોટાદ પોલીસે (Botad Police) પણ કોન્સ્ટેબલ યોગેશ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી. જો કે, આ ઘટના બાદથી ચર્ચાનો માહોલ ગરમાયો છે.

આ પણ વાંચો - Sports Club of Gujarat માં 10 કરોડનું કૌંભાંડ! સાત વર્ષે પણ પૈસા પરત નથી અપાયા

આ પણ વાંચો - Palanpur : વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, 5 વર્ષનું બાળક અવાવરું પડેલી ગાડીમાં બેઠું અને થયું મોત

આ પણ વાંચો - VADODARA : ગભરામણ બાદ પોલીસ જવાનનું મોત

Tags :
Advertisement

.

×