Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભરુચ-દહેજ રોડ પર SRF કંપનીની બસ પલટી,15 કર્મચારીઓને નાની મોટી ઈજા

અહેવાલ -દિનેશ મકવાણા ભરૂચ દહેજ જીઆઇડીસીમાં કર્મચારીઓને લઈ જતી બસ સવારે પલટી ખાઈ ગઈ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. અકસ્માતમાં બસમાં સવાર કર્મચારીઓ પૈકી 15ને નાની મોટી ઈજાઓ પહોંચતા એમ્બયુલન્સની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સદનસીબે જાનહાની ટળી હતી....
ભરુચ દહેજ રોડ પર srf કંપનીની બસ પલટી 15 કર્મચારીઓને નાની મોટી ઈજા
Advertisement

અહેવાલ -દિનેશ મકવાણા ભરૂચ

દહેજ જીઆઇડીસીમાં કર્મચારીઓને લઈ જતી બસ સવારે પલટી ખાઈ ગઈ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. અકસ્માતમાં બસમાં સવાર કર્મચારીઓ પૈકી 15ને નાની મોટી ઈજાઓ પહોંચતા એમ્બયુલન્સની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સદનસીબે જાનહાની ટળી હતી.

Advertisement

Advertisement

પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ દહેજ સ્થિત SRF લીમીટેડ કંપનીની જનરલ શિફ્ટની બસ ભરૂચથી દહેજ જીઆઇડીસી તરફ રવાના થઇ હતી. બસ એકસાલ ગામ નજીક દહેજ હાઇવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક બસના ચાલકે વાહન ઉપરથી કાબુ ગુમાવ્યો હતો.

બેકાબુ બસ રોડ ઉપરથી ઉતરી વરસાદી કાંસમાં પલટી ગઈ હતી. ઘટના સમયે બસમાં 50 જેટલા કર્મચારીઓ હોવાનું અનુમાન છે. માર્ગ ઉપર દોડતા અન્ય વાહનમાં સવાર લોકો અને બસના સલામત કર્મચારીઓએ એકબીજાની મદદથી ઇજાગ્રસ્તોને બસની બહાર કાઢયા હતા.

કર્મચારીઓને કંપનીમાં લઈ જતી બસના અકસ્માતનું કારણ જાણવા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના સૂત્રો તરફથી તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટના ખરાબ રસ્તા, બસ ચાલકની બેદરકારી કે અન્ય કોઈ કારણે સર્જાઈ છે તેની હકીકત હજુ સામે આવી નથી. ભરૂચ તાલુકા પોલીસે ઇજાગ્રસ્તો સહીત બસમાં સવાર અન્ય મુસાફરોના નિવેદન લઈ તપાસ શરૂ કરી છે.

આ  પણ  વાંચો-પરણિતાએ પ્રેમી માટે પતિને છોડ્યો, પછી પરત પતિ પાસે આવી, ક્રૂર પ્રેમીએ ઘરે પહોંચીને માર્યા બ્લેડના ઘા

Tags :
Advertisement

.

×