Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દુનિયામાં વધી રહેલા કોરોનાના કેસની તુલનામાં દેશમાં ઓછા : ઋષિકેશ

દુનિયામાં વધી રહેલા કોરોનાના કેસની તુલનામાં દેશમાં ઓછા આજે રાજ્યમાં 13 જેટલા કેસો નોંધાયા છેઃ આરોગ્ય મંત્રી જેમાં પણ સાવધાની રાખવા માટેની સૂચનાઓ આપી છે હાલમા કોઈ ચિંતાનો વિષય નથીઃ આરોગ્ય મંત્રી વાઇબ્રન્ટ ગુજરાત યોજવા માટે કોરોના કોઈ અડચણરૂપ નથી...
દુનિયામાં વધી રહેલા કોરોનાના કેસની તુલનામાં દેશમાં ઓછા   ઋષિકેશ
Advertisement

દુનિયામાં વધી રહેલા કોરોનાના કેસની તુલનામાં દેશમાં ઓછા
આજે રાજ્યમાં 13 જેટલા કેસો નોંધાયા છેઃ આરોગ્ય મંત્રી
જેમાં પણ સાવધાની રાખવા માટેની સૂચનાઓ આપી છે
હાલમા કોઈ ચિંતાનો વિષય નથીઃ આરોગ્ય મંત્રી
વાઇબ્રન્ટ ગુજરાત યોજવા માટે કોરોના કોઈ અડચણરૂપ નથી
સ્ક્રીનિગની વ્યવસ્થા કરવામાં આવશેઃ આરોગ્ય મંત્રી

Advertisement

Advertisement

રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા જોવા મળી છે જેની સાથે જ રાજ્ય સરકાર સતર્ક થઈ છે. હાલમાં દેશભરમાં કોરોના કેસ જોવા મળી રહ્યા છે. આ વચ્ચે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, હાલ વિશ્વમાં જોવા મળી રહેલા JN.1 વેરિએન્ટથી લોકોએ ગભરાવવાની જરૂર નથી. આ વેરિએન્ટના કેસોમાં તેની ઘાતકતા ઓછી જોવા મળી છે.

આ સાથે જ ઋષિકેશ પટેલે કહ્યું કે, આરોગ્ય વિભાગ સાવધાની દાખવી રહ્યું છે. તેમજ નવા વેરિએન્ટથી મૃત્યુના કેસ નોંધાયા નથી. વાયબ્રન્ટ સમિટ પર કોઇ અસર નહી થાય. લક્ષણો દેખાશે તો મહેમાનોના ટેસ્ટ કરવામાં આવશે. તેમજ સંપૂર્ણ તકેદારી રાખવામાં આવશે.

રાજ્યમાં હાલ 13 એક્ટિવ કેસ

હાલ ગુજરાતમાં 13 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં એક પણ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ નથી. રાજ્યમાં કોરોના પોઝીટીવ તમામ કેસોનું જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવે છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. જેમાં ગાંધીનગરમાં બે નવા કેસો સામે આવ્યા છે. જેની સાથે ટેસ્ટિંગ અને ટ્રેસિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આ સાથે જ મંત્રીએ ઉમેર્યું હતું કે, હાલમાં શિયાળાની ઋતુ દરમિયાન સામાન્ય રીતે શરદી, તાવ, ઉધરસ વગેરેના કેસોમાં વધારો જોવા મળે છે. જેથી અગમચેતીના ભાગરૂપે હાલ કોવિડ-19ના કેસો ન વધે તેની તકેદારી રાખવા તંત્રને સૂચના આપી દેવામાં આવી છે. વધુમાં નાગરિકોને ગભરાવવું નહીં પરંતુ સાવચેતી રાખવાની જરૂરત છે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વિશે જણાવતા કહ્યું હતું કે, ગુજરાતમાં ઓક્ટોબરની સરખામણીએ ડિસેમ્બર મહિનામાં નોંધાયેલા કેસની સંખ્યા ઓછી છે. હાલ રાજ્યામાં 13 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં એક પણ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ નથી. રાજ્યમાં કોરોના પોઝીટીવ તમામ કેસોનું જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવે છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

આ પણ વાંચો-વાઇબ્રન્ટ સમીટને લઈને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આપી માહિતી

Tags :
Advertisement

.

×