Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વાવાઝોડાના સંકટને પગલે આ જિલ્લાઓમાં શાળા-કોલેજોમાં રજા જાહેર , અનેક જિલ્લાઓમાં કલમ 144 લાગુ

બિપોરજોય વાવાઝોડાનું મોટુ સંકટ ગુજરાત પર આવી પડ્યુ છે.. આ વાવાઝોડુ ત્રણ દિવસ સુધી સમગ્ર ગુજરાતને ઘમરોળે તેવુ અનુમાન છે. એવામાં આ વાવાઝોડાની સંભવિત અસરવાળા જિલ્લાઓમાં ક્યાંક શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવાઇ છે તો ક્યાંક કલમ 144 લાગુ કરી દેવાઇ...
વાવાઝોડાના સંકટને પગલે આ જિલ્લાઓમાં શાળા કોલેજોમાં રજા જાહેર   અનેક જિલ્લાઓમાં કલમ 144 લાગુ
Advertisement

બિપોરજોય વાવાઝોડાનું મોટુ સંકટ ગુજરાત પર આવી પડ્યુ છે.. આ વાવાઝોડુ ત્રણ દિવસ સુધી સમગ્ર ગુજરાતને ઘમરોળે તેવુ અનુમાન છે. એવામાં આ વાવાઝોડાની સંભવિત અસરવાળા જિલ્લાઓમાં ક્યાંક શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવાઇ છે તો ક્યાંક કલમ 144 લાગુ કરી દેવાઇ છે.

કચ્છ અને પોરબંદરમાં ત્રણ દિવસ સુધી શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવાઇ છે. કચ્છ અને પોરબંદર જિલ્લામાં તારીખ 13 જૂનથી 15 જૂન સુધી શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઇ છે. તો મોરબીમાં 14 અને 15 જૂનના રોજ શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઇ છે.. બીજી તરફ દ્વારકા, કચ્છ અને દમણમાં સાવચેતીના ભાગરૂપે કલમ 144 લાગુ કરી દેવાઇ છે.. દ્વારકામાં 12 જૂનથી 16 જૂન સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે તો જામનગરના દરિયાકિનારે પણ 144 લાગુ કરાઇ છે. તંત્ર દ્વારા SDRF-NDRFની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. રાજ્યના દરિયાકાંઠે વસતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Advertisement

ગુજરાત પર આફત સામે તંત્રની તૈયારીઓ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રનાં બંદરો પર 9 અને 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં દરિયો તોફાની બન્યો છે. કચ્છનાં જખૌ બંદર પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ વધ્યું છે. વાવાઝોડું ટકરાવાની સૌથી વધુ શક્યતા જખૌમાં છે. લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરાઇ છે. જખૌ બંદર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. દરિયાકાંઠા વિસ્તારથી 60 લોકોનું સ્થળાંતર કરાશે. બિપોરજોય વાવાઝોડાની સાવચેતીના પગલે તંત્ર સતર્ક છે. જામનગરના જોડિયા પંથકના બાલાચડી દરિયાકિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. બાલાચડી બીચ પર પ્રવાસીઓની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ દરિયાકિનારા તરફ જતાં વાહનોને પણ અટકાવાયા છે.

Advertisement

Tags :
Advertisement

.

×