Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GONDAL : આંખલા સાથે બાઇક અથડાતા ચાલક ઇજાગ્રસ્ત

GONDAL : ગોંડલ શહેરના રાજમાર્ગો અને ચોરીને ચોકે પશુઓના જમાવડા દેખાતા હોય તેમાં કેટલાક આખલાઓ દ્વારા યુદ્ધ છેડી લોકોને ઈજા, વાહનો ને નુકશાન પહોંચાડવામાં આવતું હોવાની અનેકો ઘટના બની છે ત્યારે ફરી એક ઘટના સામે આવી છે. ગોંડલના ગુંદાળા ચોકડી...
gondal   આંખલા સાથે બાઇક અથડાતા ચાલક ઇજાગ્રસ્ત
Advertisement

GONDAL : ગોંડલ શહેરના રાજમાર્ગો અને ચોરીને ચોકે પશુઓના જમાવડા દેખાતા હોય તેમાં કેટલાક આખલાઓ દ્વારા યુદ્ધ છેડી લોકોને ઈજા, વાહનો ને નુકશાન પહોંચાડવામાં આવતું હોવાની અનેકો ઘટના બની છે ત્યારે ફરી એક ઘટના સામે આવી છે. ગોંડલના ગુંદાળા ચોકડી નજીક આખલા સાથે બાઇક સવાર અથડાયો હોવાની ઘટના સામે આવી છે જેમાં બાઇક સવાર ને માથા માં અને હાથ માં ઇજા થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

નગરપાલિકા પ્રમુખે ફોન રિસીવ કરવાનું ટાળ્યું હતું.

બાઇક સવાર ગુંદાળા ચોકડીથી બસ સ્ટેન્ડ તરફ જતો હતો તે દરમિયાન ચોકડી નજીક આવેલ ડીલકસ પાન નજીક આખલા સાથે બાઇક અથડાયું હતું ક્યાંક ને ક્યાંય નગરપાલિકા આંખ આડા કાન કરી રહ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને નગરપાલિકા ના પ્રમુખ ને ફોન કરતા ફોન રિસીવ કરવાનું ટાળ્યું હતું. નગરપાલિકા તંત્રએ દશ વીઘાની જૂની મામલતદાર કચેરી ખાતે નંદીશાળા બનાવવામાં આવી છે છતાં આખલાઓનો ત્રાસ શહેર ના રાજમાર્ગો, શેરી ગલીઓમાં જોવા મળે છે. નગરપાલિકા તંત્ર આખરે આખલાઓના ત્રાસ થી ક્યારે મુક્ત થશેએ જોવાનું રહ્યું.

Advertisement

150 થી વધુ ભટકતા આખલાઓને નંદી શાળામાં દાખલ કરાયા હતા

રખડતા આખલાઓના યુદ્ધ થી સમગ્ર રાજ્ય પરેશાની ભોગવી રહ્યું છે આવી પરેશાની વચ્ચે ગોંડલમાં પણ આખલાના યુદ્ધથી ઘણી માનવ જિંદગી હોમાઈ જવા પામી હતી દશ વીઘામાં ફેલાયેલ જૂની મામલતદાર કચેરી ખાતે નંદીશાળા બનાવી આપી લોકોના પ્રાણ પ્રશ્નનું નિરાકરણ પણ હાથ ધરવામાં આવ્યું હતું શરૂઆતમાં જ 150 થી વધુ શહેરમાં રખડતા ભટકતા આખલાઓને નંદી શાળામાં દાખલ કરાયા હતા ત્યાર બાદ ટૂંકા સમયમાં જ ચાર આખલાઓના મોત નિપજ્યા હતા.

Advertisement

અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો -- VADODARA : વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી

Tags :
Advertisement

.

×