Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GONDAL : માર્કેટ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન રીપીટ થવાની શક્યતા

GONDAL : ગોંડલ (GONDAL) નાં અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડ માં ચેરમેન અને વાઇસ ચેરમેન ની અઢીવર્ષ ની મુદત પુર્ણ થતા આવતીકાલ બપોરે 12 : 30 કલાકે જામનગર ના જીલ્લા રજીસ્ટ્રાર નિર્મળસિંહ ગોહિલ ની ઉપસ્થિતિ માં ચુંટણી યોજાનાર છે. ત્યારે...
gondal   માર્કેટ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન રીપીટ થવાની શક્યતા
Advertisement

GONDAL : ગોંડલ (GONDAL) નાં અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડ માં ચેરમેન અને વાઇસ ચેરમેન ની અઢીવર્ષ ની મુદત પુર્ણ થતા આવતીકાલ બપોરે 12 : 30 કલાકે જામનગર ના જીલ્લા રજીસ્ટ્રાર નિર્મળસિંહ ગોહિલ ની ઉપસ્થિતિ માં ચુંટણી યોજાનાર છે. ત્યારે વર્તમાન ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા તથા વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા ફરી અઢીવર્ષ માટે રીપીટ થાય તેવી શક્યતા છે.

આજે બપોરે યાર્ડ ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે બપોરે 2 વાગ્યે પ્રદેશ ભાજપના પ્રદીપભાઈ ખીમાણી (જિલ્લા ભાજપ પ્રભારી - પોરબંદર), વંદનાબેન મકવાણા (પૂર્વ ધારાસભ્ય - કેશોદ) અને મનસુખભાઈ ભુવા (પૂર્વ ધારાસભ્ય - ધારી - બગસરા) ની અધ્યક્ષતામાં સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં તમામ યાર્ડના તમામ ડિરેકટરો અને ધારાસભ્ય તેમજ સંગઠન ના અપેક્ષિત હોદેદારો ની સેન્સ લેવામાં આવી હતી જેમાં સર્વાનુમતે વર્તમાન ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા તેમજ વાઈસ ચેરમેન તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજા નું નામ આપવામાં આવતા ફરી વખત ચેરમેન પદે અલ્પેશભાઈ ઢોલરીયા અને વાઈસ ચેરમેન પદે ધર્મેન્દ્રસિંહ જાડેજા રિપીટ થનારા હોય ચૂંટણી માત્ર ઔપચારિક બની રહેશે. તેમજ પ્રદેશ ભાજપ દ્વારા આવતીકાલ સવારે યાર્ડના નવા ચેરમેન તેમજ વાઈસ ચેરમેન ના નામનો મેન્ડેટ ગોંડલ યાર્ડ ખાતે પોહચતો કરશે.

Advertisement

અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ

Advertisement

આ પણ વાંચો -- GONDAL : ગેરકાયદેસર વ્યાજ વસુલતા તત્વો સામે પોલીસ એક્શનમાં આવી

Tags :
Advertisement

.

×