ગોંડલના અનિડામાં સરકારના પોષણ યુકત પેકેટ બારોબાર વેચી નાખવાનું કૌભાંડ ઝડપાયું
અહેવાલ -વિશ્વાસ ભોજાણી, ગોંડલ
ગોંડલના અનિડામાં સરકારના પોષણ યુકત પેકેટ બારોબાર વેચી નાખવાનું કૌભાંડ ઝડપાયું છે. આ પેકેટ સગર્ભા, ધાત્રી માતા, કીશોરીઓ અને બાળકોને આપવાના હોય છે. આંગણવાડી કાર્યકર બહેનો મંજુલા ભગરીયા, રચના પરમાર, વર્ષા રાઠોડ તેમજ આ પેકેટ ડિલિવરી કરવા આવેલ વાહનના ચાલક શબીર ધાડા સામે ગોંડલ તાલુકા પોલીસમાં ગુનો દાખલ થયો છે.
ફરિયાદી કોમલબેન શું કહ્યું ..
ફરિયાદી કોમલબેન કમલેશ ઠાકરએ ફરિયાદમાં જણાવ્યું કે, હું સંકલીત બાળ વિકાસ યોજનાની કચેરી મહીલા અને બાળ વિકાસ વિભાગ ગોંડલ-2 માં બાળ વિકાસ યોજના અધિકારી તરીકે મારી ફરજ બજાવું છું. મારી હેઠળ ચાર સેકટર જેમાં ગોમટા, શિવરાજગઢ, ત્રાકુડા અને સુલતાનપુર આવે છે. આ ચાર સેકટર હેઠળ કુલ 91 આંગણવાડી છે મારે મારી ફરજના ભાગ રૂપે રાજય સરકાર તરફથી સગર્ભા માતા તથા ધાત્રી માતા તથા કીશોરીઓ તથા છ માસ થી 3 વર્ષના બાળકો માટે ટેક હોમ રાશન આવતા હોય જે રાશન ગામમાં આવેલ આંગણવાડી કેન્દ્રો વાઇઝ લાભાર્થીઓની સંખ્યા તથા બચત સ્ટોકની વિગતની અમે સોફટવેરમાં એન્ટ્રી કરતા હોય.
પેકેટ આંગણવાડી કેન્દ્રથી લાભાર્થીઓને મળેલ છે
જે સોફ્ટવેરની એન્ટ્રીના આધારે લાભાર્થીઓની સંખ્યા વાઈઝ આંગણવાડી કેન્દ્રો ખાતે જરૂરીયાત મુજબનો સ્ટોક સરકાર તરફથી દર માસે કોન્ટ્રાકટર મારફતે દરેક આંગણવાડી કેન્દ્ર ખાતે પહોંચાડવામાં આવે છે. આ પોષણ યુકત પેકેટ પહોંચી ગયા બાદ બાળ વિકાસ યોજના અધિકારી તરીકે તે પેકેટ આંગણવાડી કેન્દ્રથી લાભાર્થીઓને મળેલ છે કે કેમ તેનું મોનીટરીંગ કરવું એ મારી ફરજમાં આવે છે. તા.18/8/2023 ના રોજ હું તથા પાપા-પગલી યોજનામાં ફરજ બજાવતા હેમલતાબેન દાફડા બન્ને સવારે અગ્યારેક વાગ્યાની આસપાસ અનીડા ગામે 4 આંગણવાડી કેન્દ્રો આવેલ હોય જેમાં પ્રથમ કેન્દ્ર નં.2 મા મારી ફરજના ભાગરૂપે વિજીટ કરવા ગયેલ ત્યારે આંગણવાડી કાર્યકર બહેન રચનાબેન રઘુભાઇ પરમાર હાજર હતા.
તેઓને ટી.એચ.આર.નું વિતરણ તથા સ્ટોક બાબતે પુછતા વિતરણ થઇ ગયેલાનું જણાવેલ. કેન્દ્ર નં. 1માં વિજીટે ગયેલ તો ત્યાં આંગણવાડી કાર્યકર બહેન મંજુલાબેન મનોજભાઇ ભગરીયા એ પણ લાભાર્થીઓને વિતરણ થઇ ગયેલાનું જણાવેલ. ત્યારબાદ આંગણવાડી કેન્દ્ર નં.3ના આંગણવાડી કાર્યકર વર્ષાબેન છગનભાઇ રાઠોડ તેઓએ પણ લાભાર્થીઓને વિતરણ થઇ ગયેલાનુ જણાવ્યું હતું. તા.14 ઓગષ્ટે પેકેટ મળ્યા અને 18 ઓગષ્ટે વિતરણ પણ થઈ ગયા હોય અમને શંકા જતા ત્રણ લાભાર્થી મહિલાને પૂછતાંતેઓએ આ મહિને પેકેટન મળ્યા હોવાનું કહ્યું હતું. જે પછી આંગણવાડી વર્કર બહેનોએ જણાવેલ કે કોન્ટ્રાકટર તરફથી આવેલ ટી.એચ.આર.નો જથ્થો લાર્ભાર્થીઓને આપવાને બદલે અમે જે સપ્લાય કરવા આવેલ વાહનવાળા શબીરભાઇ અબ્દુલભાઇ ઘોડા વાળાને બારોબાર વેચી નાખેલ અને આ શબીરભાઇએ આપેલ રૂપીયા અમે લઇ લીધા હતા. આમ માતૃશકિત, પુર્ણા શકિત,બાલ શકિતના 622 પેકેટ જેની કિંમત રૂ.40,854 ગણી ઉપરી અધિકારીના આદેશથી સરકાર સાથે છેતરપીંડી કર્યાની ફરિયાદ દાખલ કરાવી હતી.
આ પણ વાંચો-ગુજરાતમાં પ્રથમવખત ધર્મપરિવર્તનના ગુનામાં પાદરીને જેલવાસ


