Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GSEB : ધો.10 અને 12 ના વિદ્યાર્થી માટે મોટા સમાચાર, આ તારીખથી શરૂ થશે પૂરક પરીક્ષા

ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. ધોરણ 10 અને 12 બોર્ડની પૂરક પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, 24 જૂનથી ધો.10 અને 12 ની પૂરક પરીક્ષાઓનો પ્રાંરભ થશે. ધો. 12 ના તમામ...
gseb   ધો 10 અને 12 ના વિદ્યાર્થી માટે મોટા સમાચાર  આ તારીખથી શરૂ થશે પૂરક પરીક્ષા
Advertisement

ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. ધોરણ 10 અને 12 બોર્ડની પૂરક પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, 24 જૂનથી ધો.10 અને 12 ની પૂરક પરીક્ષાઓનો પ્રાંરભ થશે. ધો. 12 ના તમામ પ્રવાહોની પૂરક પરીક્ષા પણ 24 જૂનથી જ શરૂ થશે.

24 જૂનથી પૂરક પરીક્ષા શરૂ થશે

ધો. 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે વિષયવાર પરીક્ષાની તારીખો બોર્ડ દ્વારા ટુંક સમયમાં જાહેર કરાશે. જો કે, હાલ ધોરણ 10 અને 12 બોર્ડની પૂરક પરીક્ષાની તારીખ સામે આવી છે. આ પૂરક પરીક્ષા 24 જૂનથી શરૂ થશે. ધો.12 ના તમામ પ્રવાહોની પૂરક પરીક્ષા પણ 24 જૂનથી શરૂ થશે. જણાવી દઈએ કે, આ વર્ષે ધો. 10 નું રેકોર્ડ બ્રેક પરિમાણ આવ્યું હતું. પરીક્ષામાં નાપાસ રહેલા અથવા કોઈ કારણસર પરીક્ષા ન આપી શક્યા હોય તેવા વિદ્યાર્થીઓ માટે બોર્ડે પૂરક પરીક્ષાની તારીખ જાહેર કરી છે. અગાઉ, બોર્ડે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની જાહેરાત કરી હતી.

Advertisement

Advertisement

15 થી 22 મે સુધી ફોર્મ ભરી શકાશે

ગુજરાત બોર્ડ દ્વારા 15 મેના રોજ એટલે કે ગઈકાલે ધો. 10 ના વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાના ફોર્મ ભરવા અંગે જાહેરાત કરી હતી. જે મુજબ, ધો. 10 ના જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા માગે છે તેઓ પરીક્ષાના ફોર્મ 15 મે 2024 ની સાંજે 5 વાગ્યાથી 22 મે 2024 ની સાંજે 5 વાગ્યા સુધી ભરી શકશે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પરથી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફકત ઓનલાઇન માધ્યમથી જ કરવાની રહેશે.

આ પણ વાંચો - GSEB 10th Result 2024: રીક્ષા ચાલકનો પુત્ર ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં 99.98 PR સાથે રાજ્યમાં દ્વિતીય સ્થાને

આ પણ વાંચો - GSEB 10th Result 2024: છોટાઉદેપુર જિલ્લાના SSC ના પરિણામમાં ગત વર્ષની સરખામણીએ 23% નો વધારો

આ પણ વાંચો - Mother’s Day Special: મારી દીકરીઓ આજે ઊંચું શિક્ષણ મેળવીને મને ગર્વ અપાવ્યો, માતાએ વ્યક્ત કરી ખુશી

Tags :
Advertisement

.

×