Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat BJP : સુરતના આ ધારાસભ્યનું નામ ચર્ચામાં! દિલ્હીમાં હાઇકમાન્ડ સાથે કરી મુલાકાત

Gujarat BJP : લોકસભાની ચૂંટણીમાં (Lok Sabha elections) નવસારી (Navsari) બેઠક પરથી ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો (C.R. Patil) ભવ્ય વિજય થયો હતો. આથી, સી.આર. પાટીલને કેન્દ્રીય મંત્રાલયની જવાબદારી મળી છે. જો કે, હવે રાજ્યમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખની (BJP...
gujarat bjp   સુરતના આ ધારાસભ્યનું નામ ચર્ચામાં  દિલ્હીમાં હાઇકમાન્ડ સાથે કરી મુલાકાત
Advertisement

Gujarat BJP : લોકસભાની ચૂંટણીમાં (Lok Sabha elections) નવસારી (Navsari) બેઠક પરથી ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો (C.R. Patil) ભવ્ય વિજય થયો હતો. આથી, સી.આર. પાટીલને કેન્દ્રીય મંત્રાલયની જવાબદારી મળી છે. જો કે, હવે રાજ્યમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખની (BJP state president) જવાબદારી કોને મળશે તેને લઈને ચર્ચાઓનો માહોલ જામ્યો છે. એવા અહેવાલ સામે આવ્યા છે કે પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે સુરતના (Surat) ધારાસભ્યની પસંદગી થઈ શકે છે.

સુરતના ધારાસભ્યની પસંદગી થવાની શક્યતા

રાજ્યમાં હાલ ગુજરાત ભાજપના (Gujarat BJP) નવા પ્રમુખ કોન બનશે ? તેને લઈને અફવાઓ અને ચર્ચાઓનો માહોલ બરોબરનો જામ્યો છે. રાજકીય નિષ્ણાતો પોતપોતાની રીતે અંદાજ લગાવી રહ્યા છે. દરમિયાન, એવા અહેવાલ સામે આવ્યા છે કે, ભાજપ પ્રદેશ પ્રમુખ (BJP state president) તરીકે સુરતના ધારાસભ્યની પસંદગી થઈ શકે છે. OBC સમાજમાંથી આવતા આ ધારાસભ્યએ હાઈકમાન્ડ સાથે મુલાકાત પણ કરી હોવાના અહેવાલ છે.

Advertisement

Advertisement

ધારાસભ્ય પૂર્ણેશ મોદી દિલ્હી પહોંચ્યા અટકળોએ વેગ પકડ્યો

પ્રાપ્ત માહિતી મુજબ, ભાજપ ધારાસભ્ય પૂર્ણેશ મોદી (Purnesh Modi) દિલ્હી પહોંચ્યા છે. અહીં, તેમણે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા (JP Nadda) અને ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કરી હતી. જો કે, પૂર્ણેશ મોદીની આ મુલાકાતની તસવીરો સામે આવતા અટકળોનો બજાર ગરમાયો છે. જણાવી દઈએ કે, 4 અને 5 જુલાઈના રોજ ગુજરાત બીજેપીની વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક બોટાદના (Botad) BAPS સાળંગપુર ખાતે મળી શકે છે. જો કે, આ પહેલા પૂર્ણેશ મોદીના દિલ્હી પ્રવાસે રાજ્યની રાજનીતિમાં ભારે કુતૂહલ સર્જ્યું છે. પરંતુ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે તેને લઈને હાલ સસ્પેન્સ યથાવત છે અને કારોબારી બેઠક બાદ આ રહસ્ય પરથી પડદો ઉઠવાની સંભાવના છે.

આ પણ વાંચો - Kheda : BJP ના વધુ એક ધારાસભ્યનો લેટરબોમ્બ! મંત્રી કુંવરજી બાવળિયાને ફરિયાદ સાથે કરી આ માગ!

આ પણ વાંચો - Ahmedabad પોલીસના વલણની ભારે ટીકા, ACP કચેરીમાં ભાજપ નેતાએ ઉજવ્યો બર્થ-ડે

આ પણ વાંચો - Chhotaudepur : પ્રવેશોત્સવ કાર્યક્રમ બાદ CM ની સિવિલ હોસ્પિટલની સરપ્રાઇસ મુલાકાત, કરી આ ટકોર

Tags :
Advertisement

.

×