Gujarat Weather Rain : રાજ્યના 13 જિલ્લાઓમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી
Gujarat Weather Rain: ગુજરાતમાં આગામી પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની (Gujarat Weather Rain)આગાહી હવામાન વિભાગે કરી છે. સાથે જ થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીની અસર થશે. જેના કારણે 30થી 40 કિલોમીટરની ઝડપ પવન ફૂંકાશે. આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી છે.
આજે કયા વરસાદની આગાહી કરાઈ
ગીર સોમનાથ ,અમરેલી ,ભાવનગર , પંચમહાલ ,દાહોદ ,વડોદરા ,છોટાઉદેપુર ,ભરૂચ ,નર્મદા ,સુરત, તાપી ,ડાંગ ,નવસારી , વલસાડ ,દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે.
10 જુને કયા વરસાદની આગાહી કરાઈ
ગીર સોમનાથ ,અમરેલી ,ભાવનગર, મહીસાગર, પંચમહાલ ,દાહોદ ,વડોદરા ,છોટાઉદેપુર, ભરૂચ ,નર્મદા ,સુરત ,તાપી ,ડાંગ ,વલસાડ ,નવસારી ,દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે
11 જુને કયા વરસાદની આગાહી કરાઈ
ગીર સોમનાથ ,અમરેલી ,ભાવનગર, મહીસાગર ,પંચમહાલ, દાહોદ ,વડોદરા ,છોટાઉદેપુર ,ભરૂચ ,નર્મદા, સુરત ,તાપી ,ડાંગ ,નવસારી ,વલસાડ ,દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
12 જુને કયા વરસાદની આગાહી કરાઈ
ગીર સોમનાથ, અમરેલી ,ભાવનગર સાબરકાંઠા ,અરવલ્લી ,મહીસાગર ,દાહોદ ,નર્મદા ,,સુરત તાપી, નવસારી ,વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
13 જુને કયા વરસાદની આગાહી કરાઈ
સોમનાથ ,અમરેલી ,ભાવનગર ,નવસારી ,વલસાડ ,ડાંગ ,તાપી ,દમણ ,દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે.
અંબાલાલ પટેલની ખેડૂતોને સલાહ
ચોમાસું આવે એટલે વાવણીનો સમય. આવામાં ખેડૂતોને અનેક પ્રકારની મૂંઝવણ હોય છે. ક્યારે વાવણી કરવી, કયા સમયે કરવી, વાવણી કરીશું તો વરસાદ આવશે જેવા અનેક મૂંઝવતા સવાલનો જવાબ અંબાલાલ પટેલની આ સલાહમાં મળી જશે. અંબાલાલ પટેલે કહ્યું કે, ખેડુતો સામાન્ય રીતે ચોમાસાનો વરસાદ થાય તે પહેલા જ વાવણી કરતા હોય છે. જો કે ચાલુ વર્ષે પણ નિયમિત ચોમાસા પહેલા પણ વરસાદ થશે. એટલે 4 જૂન સુધીમાં પ્રી મોનસૂન એક્ટિવિટી થશે અને વરસાદ થવાનું અનુમાન છે. અને ત્યાર બાદ 7 થી 14 જૂન ચોમાસાનો વરસાદ થવાની શક્યતા છે. પરંતુ ખેડૂતો સારા પાક માટે રોહિણી નક્ષત્રમાં વાવણી કરતા હોય છે. જ્યારે રોહિણી નક્ષત્રમાં વરસાદ સાથે પવન વધુ રહેતો હોય છે. જેના કારણે ભેજ ઉડી જાય છે. ચાલુ વર્ષે પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. અને ભારે પવન ફુકાશે. એટલે પિયતની વ્યવસ્થા હોય તો વાવણી કરવી જોઈએ. નહી તો ચોમાસાના નિયમિત વરસાદની રાહ જોવી જોઈએ. અન્યથા જો કોઈ કારણે વરસાદ ખેંચાય તો ખેડૂતો પોતાને થતાં નુકસાનથી બચી શકે.
આ પણ વાંચો - Aravalli Rain : અરવલ્લી જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન
આ પણ વાંચો - Gujarat: આ તારીખથી રાજ્યમાં શરૂ થશે ચોમાસું, હવામાન નિષ્ણાંતે કરી મોટી આગાહી
આ પણ વાંચો - Weather Report : સુરત-નવસારીમાં વહેલી સવારે મેઘમહેર, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી