Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Hamil Mandukia : હેમિલનો મૃતદેહ ભારત પરત લાવવાની એમ્બેસીની પરિવારને ખાતરી! રશિયા-યુક્રેન યુદ્ધમાં થયું હતું મોત

રશિયા-યુક્રેન યુદ્ધમાં (Russia-Ukraine war) સુરતના (Surat) યુવાનનાં મોત મામલે નવી માહિતી સામે આવી છે. રશિયન આર્મીમાં (Russian Army) સિક્યુરિટી હેલ્પર તરીકે કામ કરતા સુરતના યુવક હેમિલ માંગુકિયાનું (Hamil Mandukia) યુક્રેન સાથેના યુદ્ધ દરમિયાન મોત નીપજ્યું હતું. હેમિલનો પરિવારે મૃતદેહ લેવા...
hamil mandukia    હેમિલનો મૃતદેહ ભારત પરત લાવવાની એમ્બેસીની પરિવારને ખાતરી  રશિયા યુક્રેન યુદ્ધમાં થયું હતું મોત
Advertisement

રશિયા-યુક્રેન યુદ્ધમાં (Russia-Ukraine war) સુરતના (Surat) યુવાનનાં મોત મામલે નવી માહિતી સામે આવી છે. રશિયન આર્મીમાં (Russian Army) સિક્યુરિટી હેલ્પર તરીકે કામ કરતા સુરતના યુવક હેમિલ માંગુકિયાનું (Hamil Mandukia) યુક્રેન સાથેના યુદ્ધ દરમિયાન મોત નીપજ્યું હતું. હેમિલનો પરિવારે મૃતદેહ લેવા રશિયા (Russia) જવા માટેની તૈયારી દર્શાવી હતી. ત્યારે વારંવાર રજૂઆત બાદ હવે હેમિલનો મૃતદેહ એમ્બેસીએ ભારતમાં પહોંચતો કરવાની ખાતરી આપી છે.

સુરતનો હેમિલ માંગુકિયા (Hamil Mandukia) નામનો યુવક રશિયન આર્મીમાં સિક્યુરિટી હેલ્પર તરીકે કામ કરતો હતો. જો કે, યુક્રેન સાથેના યુદ્ધમાં હેમિલનું મોત નીપજ્યું હતું. હેમિલનો મૃતદેહ ભારત પરત લાવવા તેના પરિવારે તંત્રનો સંપર્ક કર્યો હતો. જો કે, રશિયન સરકાર અને આર્મી તરફથી યોગ્ય પ્રત્યુત્તર ના મળતા સૌ કોઈ ચિંતિત હતા. મૃતદેહ ભારત પરત લાવવા માટે મૃત્તક હેમિલના પિતા અને કાકા પણ મુંઝવણમાં હતા. હેમિલના આકસ્મિક મૃત્યુ બાદ તેના અંતિમ દર્શન માટે પરિવાર કલ્પાંત કરી રહ્યો છે. આખરે, પરિવારે હેમિલનો મૃતદેહ લેવા રશિયા જવા માટેની તૈયારી દર્શાવી હતી અને વિઝા પણ મૂકી દીધાં હતાં.

Advertisement

મૃતક હેમિલ માંગુકિયા

Advertisement

આ દરમિયાન, રશિયન સરકાર (Russian Government) અને આર્મી તરફથી ઇન્ડિયન એમ્બેસીએ (Indian Embassy) હેમિલના પરિવારનો સંપર્ક કર્યો હતો અને એમ્બેસીએ જણાવ્યું કે, હેમિલના મૃતદેહને સુરત પરિવાર સુધી પહોંચાડવામાં આવશે. જો કે, હજુ સુધી કોઈ ફાઈનલ ડેટ આપવામાં આવી નથી. હેમિલનો મૃતદેહ એમ્બેસીએ ભારતમાં પહોંચતો કરવાની ખાતરી આપી છે. આગામી ત્રણથી ચાર દિવસમાં હેમિલનો મૃતદેહ ભારતમાં લવાશે તેમ જણાવવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, સૌરાષ્ટ્રવાસી પટેલ પરિવારનો જુવાનજોધ પુત્ર હેમિલ માંગુકિયા રશિયા-યુક્રેન યુદ્ધમાં મોતને ભેટયો હતો. યુક્રેનનાં હુમલામાં તેનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો - Gandhinagar : ગુજરાત હાઉસિંગ બોર્ડના જૂના આવાસોનાં રિ-ડેવલપમેન્ટ મામલે CM એ લીધા જનહિતકારી નિર્ણય

Tags :
Advertisement

.

×