વલસાડમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલમાં દરોડા, 15 શખ્સો ઝડપાયા
- વલસાડમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલમાં દરોડા
- ભાજપના કાર્યકરો, હોદ્દેદારો સહિત 15 નબીરા ઝડપાયા
- આદર્શ સોસાયટીમાં મકાનની ટેરેસ પર દારૂ પાર્ટી
- જન્મદિવસની ઉજવણીમાં ચાલતી હતી દારૂની મહેફિલ
- દારૂની બોટલો સહિત 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
વલસાડ શહેરમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા હતા. મળતી જાણકારી અનુસાર, શહેરના આદર્શ સોસાયટીના મકાન નંબર 8માં દારૂની મેહફીલ માણતા 15 શખ્સો ઝડપાયા હતા. જેમાં પૂર્વ પાલિકા સભ્યના પતિ, ભાજપના હોદ્દેદારો અને નબીરાઓ જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા.
આ સમયે પોલીસ ત્રાટકી અને પૂર્વ પાલિકા સભ્યના પતિ અને ભાજપ શહેર યુવા મોરચા પ્રમુખ સહિત ભાજપના હોદ્દેદારો અને નબીરાઓને ઝડપ્યા હતા. પોલીસે રોકડ રકમ, દારૂની બોટલ, 20થી વધુ મોબાઈલ ફોન સહિત મોંઘીદાટ કાર મળી 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
રાજ્યમાં એકતરફ કાગળ પર દારૂબંધી છે તો બીજી તરફ ભાજપના જ નેતાઓ દારૂપાર્ટીમાં પકડાયા છે. આ હાઈપ્રોફાઈલ દારૂપાર્ટીમાં હાલ તો 15 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. ત્યારે સવાલ એ પણ છે કે શું અન્ય કોઈ મોટા માથા પણ આ પાર્ટીમાં સામેલ હતા કે કેમ?
આપણ વાંચો- જંત્રીના દર અંગે સૌથી મોટા સમાચાર,જાણો રાજ્ય સરકારે શુ કર્યો નિર્ણય




