Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot: રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના,વૃદ્ધ મહિલાનું મોત

Rajkot : ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટના વણથંભી છે,આવી જ એક ઘટના રાજકોટ(Rajkot)ના કાલાવડ રોડ પર બની હતી જેમાં નબીરાએ કચરો વીણતી વૃદ્ધ મહિલાને 2 તી 4 કિમી સુધી ઘસડયા હતા,જયાં તેમનું ઘટના સ્થળે મોત નિપજયું હતુ.અકસ્માત સર્જી કાર ચાલક...
rajkot  રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના વૃદ્ધ મહિલાનું મોત
Advertisement

Rajkot : ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટના વણથંભી છે,આવી જ એક ઘટના રાજકોટ(Rajkot)ના કાલાવડ રોડ પર બની હતી જેમાં નબીરાએ કચરો વીણતી વૃદ્ધ મહિલાને 2 તી 4 કિમી સુધી ઘસડયા હતા,જયાં તેમનું ઘટના સ્થળે મોત નિપજયું હતુ.અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો.રાજકોટનો ગાડીચાલક નબીરો કોણ તે મોટો સવાલ છે.પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથધરી.

પોલીસે હાથધરી તપાસ

વૃદ્ધને હડફેટે લઈને વાહન ચાલક ફરાર થઈ ગયો હતો અને ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટયા હતા.કાલાવડ રોડ પર નબીરાએ વૃદ્ધને 4 કિલોમીટર સુધી ગાડી નીચે ઢસડયા હતા જેને લઈ પોલીસે આસપાસના સીસીટીવી ચકાસ્યા હતા.માનસિક અસ્થિર દીકરાએ ગુમાવી તેની માતાને,પોલીસે ગુનો નોંધી કાર ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

અમદાવાદમાં એક મહિના પહેલા સર્જાયો હિટ એન્ડ રન

નિકોલમાં રહેતા અંકિત વિરાણી 31 મેના રોજ રાતના સમયે જમ્યા બાદ તેમની પત્ની, 16 માસની દીકરી અને સાળા અર્જુન સાથે ગુરુકુળ સર્કલ તરફ આંટો મારવા નીકળ્યા હતા. આ દરમિયાન રાતના 10 વાગ્યાની આસપાસ તેમના ઘરની નજીક બ્લુબેરી કોમ્પ્લેક્સની સામે રોડની સાઈડમાં તેઓ ઊભા હતા અને તેમની દીકરીને સાઇકલ પર બેસાડતા હતા. આ દરમિયાન એક કારચાલક પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો.

Advertisement

હિટ એન્ડ રનમાં પહેલા શુ ગુનો નોંધાતો હતો

જો આપણે હિટ એન્ડ રનને લગતા પહેલાના નિયમોની વાત કરીએ તો તેમાં IPC કલમ 279 લાદવામાં આવી હતી, જે બેદરકારીપૂર્વક ડ્રાઈવિંગ સાથે સંબંધિત છે. આ સાથે કલમ 304-A (બેદરકારીને કારણે મૃત્યુ) લાગુ કરવામાં આવી હતી અને કલમ 338 (જીવનને જોખમમાં મૂકવું) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. વાહનચાલકોને 2 વર્ષ સુધીની સજાની જોગવાઈ પણ હતી. ખાસ કિસ્સાઓમાં, IPCની કલમ 302 પણ ઉમેરવામાં આવી હતી.

આ પણ  વાંચો  - Gujarat First Impact: ભરૂચમાં ફુડ એન્ડ ડ્રગ્સના દરોડા, પાણીપુરીનો સામાન જોઈ અધિકારીઓ ચોંક્યા

આ પણ  વાંચો  - Surat ગ્રામ્ય એસઓજી પોલીસે 8.49 લાખના ગાંજાના જથ્થા સાથે બેને ઝડપી પાડ્યા

આ પણ  વાંચો  - kutch: નવ વર્ષની બાળકી પર આચર્યું હતું દુષ્કર્મ, પાંચ વર્ષ બાદ કોર્ટે ફટકારી 10 વર્ષની સજા

Tags :
Advertisement

.

×