Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar : ચીઝનાં શોખીનો... ખાતા પહેલા ચેતી જજો! શખ્સે કર્યો આ મોટો દાવો

Jamnagar : હોટેલ, રેસ્ટોરન્સમાં નવી-નવી વાનગીઓનો સ્વાદ ચાખવા પહોંચેલા નાગરિકોને ઘણી વખત ખૂબ જ કડવો અનુભવ થતો હોય છે. ખાણી-પીણીની વસ્તુઓમાં મૃત જીવ-જંતુઓ મળવાની ઘટનાઓ સતત આપણી સમક્ષ આવે છે. ક્યારે ચિપ્સમાંથી ફ્રાય દેડકો, તો ક્યારેય અથાણામાંથી ગરોળી નીકળવાની ઘટના...
jamnagar   ચીઝનાં શોખીનો    ખાતા પહેલા ચેતી જજો  શખ્સે કર્યો આ મોટો દાવો
Advertisement

Jamnagar : હોટેલ, રેસ્ટોરન્સમાં નવી-નવી વાનગીઓનો સ્વાદ ચાખવા પહોંચેલા નાગરિકોને ઘણી વખત ખૂબ જ કડવો અનુભવ થતો હોય છે. ખાણી-પીણીની વસ્તુઓમાં મૃત જીવ-જંતુઓ મળવાની ઘટનાઓ સતત આપણી સમક્ષ આવે છે. ક્યારે ચિપ્સમાંથી ફ્રાય દેડકો, તો ક્યારેય અથાણામાંથી ગરોળી નીકળવાની ઘટના પણ આપણી સમક્ષ આવી ચૂકી છે. ત્યારે હવે અમુલ ચીઝમાંથી (Amul cheese) મેટલની નટ નીકળ્યો હોવાની ઘટના બની છે.

અમુલ ચીઝમાંથી મેટલ નીકળ્યા હોવાનો દાવો

માહિતી મુજબ, જામનગરના નૂરી પાર્ક વિસ્તારમાં રહેતા અમીનભાઇ ખુરેશીએ એક દુકાનમાંથી અમુલ ચીઝ ખરીદીને લાવ્યા હતા. જો કે, ઘરે આવીને જ્યારે અમુલ ચીઝનું પેકેટ ખોલ્યું તો તેમાંથી મેટલ નટ નીકળી આવ્યો હતો. અમીન ખુરેશી નામના ગ્રાહકે દાવો કર્યો છે કે ચીઝની અંદરથી મેટલનો નટ (Metal Nut) નીકળી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા અમદાવાદના (Ahmedabad) આનંદનગરમા રહેતા હિના બહેન એક મહિનાથી અથાણું આરોગી રહ્યા હતા. એક મહિનો અથાણું ખાધા પછી ખબર પડી કે તે અથાણામાં તો ગરોળી હતી. તેમના જણાવ્યા મુજબ, આ અથાણું તેમણે જૈન ગૃહ ઉદ્યોગમાંથી (Jain Griha Udyog) ખરીદ્યું હતું.

Advertisement

અમુલ ચીઝના પેકેટમાંથી મેટલ નટ નીકળ્યાનો દાવો

Advertisement

જર્જરિત ઇમારતનો ભાગ ઢળી પડ્યો

જામનગરમાં (Jamnagar) વધુ એક જર્જરિત ઇમારતનો ભાગ ઢળી પડ્યો છે. માહિતી મુજબ, શાક માર્કેટ (Vegetable Market) વિસ્ટર્મ ધનબાઈનાં ડેલાથી જાણીતી ઈમારતનો જર્જરિત મલબો રાત્રે અચાનક ધસી પડ્યો હતો. જો કે, રાત હોવાથી સદનસીબે જાનહાની ટળી હતી. જર્જરિત ઈમારતનો ભાગ પાડવા માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ, તંત્ર એ કોઈ તસ્દી ન લીધી એવો આરોપ સ્થાનિકોએ લગાવ્યો હતો. તેમના જણાવ્યા મુજબ, અહીં પાણીનું પરબ અને ધાર્મિક સ્થળ પણ છે. દરરોજ અનેક લોકો આ સ્થળેથી અવરજવર કરે છે. છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

આ પણ વાંચો - Rajkot Gamezone Fire : આરોપીને સાથે રાખી તપાસ, ઓફિસમાંથી કરોડોની રોકડ અને સોનું મળ્યું

આ પણ વાંચો - Rahul Gandhi ની ‘હિંદુ’ અંગે ટિપ્પણીના પડઘા ગુજરાતમાં! મોડી રાતે કોંગ્રેસ કાર્યાલય પર હોબાળો-પથ્થરમારો

આ પણ વાંચો - Ahmedabad : માતાએ દીકરા પર જીવલેણ હુમલો કરી પોતે ગાળા પર ચપ્પું ફેરવી આપઘાત કર્યો!

Tags :
Advertisement

.

×