Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh : ગણેશ ગોંડલ કેસમાં સંજય સોલંકીની પોલીસને વધુ એક અરજી, કરી આ માગ

જુનાગઢનાં (Junagadh) દલિત યુવાન સંજય સોલંકીનું (Sanjay Solanki) અપહરણ કરીને તેને ઢોર માર મારવા મામલે ગોંડલ (Gondal) ધારાસભ્યના પુત્ર અને આરોપી ગણેશ ગોંડલ (Ganesh Gondal) સહિત અન્ય કેટલાક શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હવે આ કેસમાં સંજય સોલંકીએ પોલીસને...
junagadh   ગણેશ ગોંડલ કેસમાં સંજય સોલંકીની પોલીસને વધુ એક અરજી  કરી આ માગ
Advertisement

જુનાગઢનાં (Junagadh) દલિત યુવાન સંજય સોલંકીનું (Sanjay Solanki) અપહરણ કરીને તેને ઢોર માર મારવા મામલે ગોંડલ (Gondal) ધારાસભ્યના પુત્ર અને આરોપી ગણેશ ગોંડલ (Ganesh Gondal) સહિત અન્ય કેટલાક શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હવે આ કેસમાં સંજય સોલંકીએ પોલીસને વધુ એક અરજી આપી છે અને પોતાના પરિવારને જીવનું જોખમ હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ સાથે પૂર્વ MLA જયરાજસિંહ સામે કલમ 120 હેઠળ કાર્યવાહી કરવા માગ પણ કરી છે.

પોલીસને સંજય સોલંકીની વધુ એક અરજી

જુનાગઢના (Junagadh) દલિત યુવાન સંજય સોલંકીનું થોડા દિવસ પહેલા કેટલાક શખ્સો દ્વારા અપહરણ કરીને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ મામલે, સંજય સોલંકીએ ગોંડલના (Gondal) ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલ (Ganesh Gondal) અને તેના કેટલાક મિત્રો વિરુદ્ધ આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ મામલો વધુ ગરમાતા પોલીસે ગણેશ ગોંડલની ધરપકડ કરી હતી. ત્યારે હવે આ મામલામાં સંજય સોલંકીએ પોલીસને વધુ એક અરજી આપી છે, જેમાં પૂર્વ MLA જયરાજસિંહ ( Jairaj Singh Jadeja) પૈસા અને વગથી શક્તિશાળી હોવાથી સંજય સોલંકીના પરિવારને જીવનું જોખમ હોવાનો ઉલ્લેખ કર્યો છે.

Advertisement

જયરાજસિંહ સામે કલમ 120 હેઠળ કાર્યવાહી કરવા માગ

આ સાથે અરજીમાં જયરાજસિંહ સામે કલમ 120 હેઠળ કાર્યવાહી કરવાની પણ માગ કરાઈ છે. અરજીમાં સિંકદર બાપુ (Sinkadar Bapu) અને તેના સાગરિતોએ લોકેશન આપ્યાની આશંકા પણ સંજય સોલંકીએ વ્યક્ત કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ, નિલેશ રૈયાણી (Nilesh Raiyani) હત્યા કેસમાં રાજુ સોલંકી પર હત્યાનો આરોપ હોવાથી પિતા રાજુ સોલંકી સહિત પરિવાર પર જીવનું જોખમ હોવાની આશંકા સંજય સોલંકીએ અરજીમાં વ્યક્ત કરી છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - Surat : સચિન SEZ માં 200 કરોડનું હીરા કૌભાંડ ઝડપાયું! બે શખ્સની ધરપકડ

આ પણ વાંચો - Surat : BJP કોર્પોરેટર સામે અપહરણ, કરોડોની મિલકત-લાખો રૂપિયા પડાવ્યાનો ગંભીર આક્ષેપ

આ પણ વાંચો - Navsari : તલવાર, છરી સહિત ઘાતક હથિયારો સાથે જાહેરમાં ફરતા ઇસમો CCTV કેમેરામાં કેદ

Tags :
Advertisement

.

×