Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kheda : જાણીતી પેઢી સામે કાર્યવાહી, 595 નમૂના સબ સ્ટાન્ડર્ડ નીકળતા ફટકાર્યો લાખોનો મસમોટો દંડ

ખેડામાં (Kheda) ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ખેડા જિલ્લામાં આવેલ હિન્દુસ્તાન કોકાકોલા પેઢીને મિસ બ્રાન્ડેડ અને સબ સ્ટાન્ડર્ડ (sub standard) ગણીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રૂ. 15 લાખનો મસમોટો દંડ ફટકારવામાં આવ્યો છે. માહિતી મુજબ, વર્ષે...
kheda   જાણીતી પેઢી સામે કાર્યવાહી  595 નમૂના સબ સ્ટાન્ડર્ડ નીકળતા ફટકાર્યો લાખોનો મસમોટો દંડ
Advertisement

ખેડામાં (Kheda) ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ખેડા જિલ્લામાં આવેલ હિન્દુસ્તાન કોકાકોલા પેઢીને મિસ બ્રાન્ડેડ અને સબ સ્ટાન્ડર્ડ (sub standard) ગણીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રૂ. 15 લાખનો મસમોટો દંડ ફટકારવામાં આવ્યો છે. માહિતી મુજબ, વર્ષે 2022માં લીધેલા નમૂનાઓની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં ફ્રોઝન ઓરેન્જના 595 નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ હોવાનું ખુલ્યું હતું. આ મામલે પેઢીના 5 શખ્સો સામે ફરિયાદ નોંધી રૂ. 15 લાખનો દંડ ફટકાર્યો છે. જ્યારે આજદિન સુધીમાં સબ સ્ટાન્ડર્ડ ખાદ્યપદાર્થોના નમૂનામાં રૂ. 37 કરોડનો દંડ ફટકારાયો છે.

5 શખ્સો સામે ફરિયાદ નોંધીને રૂ. 15 લાખનો દંડ

ખેડા (Kheda) જિલ્લામાં આવેલ હિન્દુસ્તાન કોકાકોલા પેઢી (Food and Drugs Department) સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. માહિતી મુજબ, હિન્દુસ્તાન કોકાકોલા પેઢીમાં (Hindustan Coca-Cola firm) વર્ષ 2022 માં વિભાગે કાર્યવાહી કરીને ખાદ્યપદાર્થોના નમૂના લીધા હતા. આ નમૂનાઓની ચકાસણી માટે વિભાગે લેબમાં મોકલ્યા હતા. તપાસમાં ફ્રોઝન ઓરેન્જના 595 નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું હતું. આથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે હિન્દુસ્તાન કોકાકોલા પેઢીના 5 શખ્સો સામે ફરિયાદ નોંધીને રૂ. 15 લાખનો દંડ ફટકાર્યો છે.

Advertisement

અગાઉ પણ રૂ. 8 લાખનો દંડ ફટકારાયો હતો

પ્રાપ્ત માહિતી મુજબ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આજ દિન સુધીમાં સબ સ્ટાન્ડર્ડ ખાદ્યપદાર્થોના નમૂનામાં કુલ રૂ. 37 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ પહેલા વર્ષ 2021માં પણ હિન્દુસ્તાન કોકાકોલા પેઢીમાં (Hindustan Coca-Cola firm) ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને ખાદ્યપદાર્થોના નમૂનામાં ખામી જણાતા રૂ. 8 લાખનો દંડ કરવામાં આવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો - Bharuch : મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે વાકયુદ્ધ, એક બીજા પર લગાવ્યા ગંભીર આક્ષેપ, જુઓ Video

આ પણ વાંચો - Panchmahal : સરપંચની હત્યા બાદ લોકોનું ટોળું ઊગ્ર બન્યું, પોલીસે 8 ટીયર ગેસ છોડ્યા, બે જવાનોને માથામાં ઈજા

આ પણ વાંચો - Ahmedabad : AMC ના બાબુઓ AC કેબિનમાં બેસશે અને નાગરિકો ગટરનાં ઢાંકણા ખોલશે ?

Tags :
Advertisement

.

×