Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kutch : માતેલા સાંઢની માફક દોડતા ટ્રેલરે એક્ટિવા સવાર બે વિદ્યાર્થિનીને અડફેટે લીધી, એકનું મોત

કચ્છના (Kutch) અંજારમાં માતેલા સાંઢની માફક દોડતા વાહનો લોકોના જીવ માટે જોખમી સાબિત થઈ રહ્યા છે. લાપરવાહીથી બેફામ હંકારતા વાહનચાલકોના લીધે નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે. એવી જ એક ઘટના અંજારથી સામે આવી છે. યોગેશ્વર ચોકડી વિસ્તારમાં (Yogeshwar chowkdi)...
kutch   માતેલા સાંઢની માફક દોડતા ટ્રેલરે એક્ટિવા સવાર બે વિદ્યાર્થિનીને અડફેટે લીધી  એકનું મોત

કચ્છના (Kutch) અંજારમાં માતેલા સાંઢની માફક દોડતા વાહનો લોકોના જીવ માટે જોખમી સાબિત થઈ રહ્યા છે. લાપરવાહીથી બેફામ હંકારતા વાહનચાલકોના લીધે નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે. એવી જ એક ઘટના અંજારથી સામે આવી છે. યોગેશ્વર ચોકડી વિસ્તારમાં (Yogeshwar chowkdi) ટ્રેલરચાલકે ગફલતભરી રીતે હંકારી એક્ટિવાસવાર બે વિદ્યાર્થિનીઓને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા વનરાજસિંહ સોલંકીની પુત્રી રાજવીબાનું (Rajveeba) સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે અકસ્માત થતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ચક્કાજામ કરી વિરોધ દાખવ્યો હતો.

Advertisement

ટ્રેલરચાલકે એક્ટિવાસવાર બે વિદ્યાર્થિનીઓને ટક્કર મારી, એકનું મોત

કચ્છના (Kutch) અંજારમાં (Anjar) યોગેશ્વર ચોકડી વિસ્તારમાં આજે બેફામ આવતા ટ્રેલરચાલકે એક્ટિવાસવાર બે વિદ્યાર્થિનીઓને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બંને વિદ્યાર્થીઓને ઇજાઓ થઈ હતી. અકસ્મતાને પગલે સ્થાનિક લોકોની ભારે ભીડ ભેગી થઈ હતી અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. માહિતી મુજબ, સારવાર દરમિયાન એક વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે. મૃતકની કિશોરીની ઓળખ રાજવીબા તરીકે થઈ છે અને તેના પિતા વનરાજસિંહ સોલંકી (Vanrajsingh Solanki) ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવે છે.

ભારે વાહનો પર પ્રતિબંધ છતાં અવરજવર, લોકોનો વિરોધ

Advertisement

ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા કર્મીની પુત્રીનું મોત

અકસ્માત સર્જીને ટ્રેલરચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માત બાદ ટ્રાફિક ખુલ્લો કરાવાની જવાબદારી સોંપાઇ હતી તે પિતાને પણ ખબર ન હતી કે તેમની પુત્રી અકસ્માતનો ભોગ બની છે. બીજી તરફ અકસ્માતને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેમના આરોપ મુજબ, આ વિસ્તારમાં ભારે વાહનો (Heavy Vehicles) માટે પ્રતિબંધ હોવા છતાંય બેરોકટોક ભારે વાહનો અહીંથી પસાર થાય છે. આ અંગે વારંવાર રજૂઆત બાદ કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું પરંતુ, જાહેરનામાનો ભંગ થતો હોવા છતાંય સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે આ માર્ગ પર અકસ્માતો થતાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.

વારંવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં, લોકોનો ચક્કાજામ

Advertisement

સ્થાનિકોએ રોષ દાખવી ચક્કાજામ કર્યો, પોલીસનો હળવો લાઠીચાર્જ

સ્થાનિકોએ ચક્કાજામ કરતા ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિક (Traffic Police) અને સ્થાનિક પોલીસે લોકોને સમજાવી રસ્તો ખુલ્લો કરવા અપીલ કરી હતી. પરંતુ, સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ દાખવતા પોલીસે હળવો લાઠીચાર્જ કરી બળપ્રયોગનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. આ સાથે કટેલાક રહેવાસીઓને ડિટેઇન પણ કર્યા હતા. અધિકારીએ લોકોને ખાતરી આપી હતી કે કલેક્ટરના જાહેરનામાનો યોગ્ય રીતે અમલ કરાશે. અકસ્માત સર્જનાર ટ્રેલર ચાલકની પોલીસે શોધખોળ આદરી છે.

આ પણ વાંચો - Tarun Barot : એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરૂણ બારોટે મહિલાનો જીવ બચાવ્યો

આ પણ વાંચો - Ahmedabad : LD એન્જિ. કોલેજની હોસ્ટેલના ખંડેર રૂમમાંથી વિદ્યાર્થીનો મૃતદેહ મળતા ચકચાર!

આ પણ વાંચો - Mehsana : ખાદ્યપદાર્થમાં ‘લાપરવાહી’ એ તો હદ વટાવી! બ્રાન્ડેડ દહીમાંથી નીકળી ફૂગ! થઈ કાર્યવાહી

Tags :
Advertisement

.