Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mehsana : યુવકના આપઘાત કેસમાં મોટો ખુલાસો! કબૂતરબાજ, વ્યાજખોર સહિત 10 સામે ગુનો

મહેસાણાનાં (Mehsana) કડી આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો છે. 4 કબૂતરબાજ એજન્ટ, બે વ્યાજખોર અને મકાન પડાવનાર 4 ઇસમોનાં ત્રાસથી કંટાળીને એક યુવકે કડી નર્મદા કેનાલમાં (Kadi Narmada canal) ઝંપલાવી આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે કડી પોલીસ...
mehsana   યુવકના આપઘાત કેસમાં મોટો ખુલાસો  કબૂતરબાજ  વ્યાજખોર સહિત 10 સામે ગુનો
Advertisement

મહેસાણાનાં (Mehsana) કડી આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો છે. 4 કબૂતરબાજ એજન્ટ, બે વ્યાજખોર અને મકાન પડાવનાર 4 ઇસમોનાં ત્રાસથી કંટાળીને એક યુવકે કડી નર્મદા કેનાલમાં (Kadi Narmada canal) ઝંપલાવી આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે કડી પોલીસ સ્ટેશનમાં (Kadi Police Station) કુલ 10 લોકો સામે ફરિયાદ થતાં પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા, મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કબૂતરબાજ એજન્ટો, વ્યાજખોરોએ રૂપિયા પડાવ્યાં

વિગતે વાત કરીએ તો, કડી નર્મદા કેનાલમાં (Kadi Narmada canal) છલાંગ લગાવી આત્મહત્યા કરનાર યુવક અનિલ વાળંદ મિડિયેટર તરીકે કામ કરતા હતા. અનિલ વાળંદે વિદેશ વાંચ્છુકો પાસેથી રૂપિયા લીધા હતા અને કબૂતરબાજ એજન્ટોને રૂ. 70 લાખ આપ્યા હતા. જો કે, રૂપિયા ફસાઈ જતાં ચુકવણી કરવા રૂ. 25 લાખ વ્યાજે લીધા હતા. પરંતું, સવા કરોડ રૂપિયાની ચૂકવણી કરવા છતાં પણ વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને બીજા રૂ. 50 થી 60 લાખ વ્યાજખોરો માગતા હતા. વ્યાજખોરોને રૂપિયા ચુકવવા માટે અનિલભાઈએ મકાન પણ વેચી દીધું હતું.

Advertisement

મકાન વેચ્યું પણ રૂપિયા ન મળ્યાં

જો કે, મકાનનો સ્ટેમ્પ કરી દીધો પરંતુ સામે રૂપિયા ન મળ્યા નહોતા. ધમકી આપીને મકાનનો સ્ટેમ્પ કરાવી લીધો પરંતુ રૂપિયા ન આપતા અનિલ વાળંદ ખૂબ જ આર્થિક ભીંસમાં ફસાઈ ગયા હતા. આખરે ત્રાસથી કંટાળીને અનિલભાઈએ આપઘાત કરીને જીવ ટુંકાવ્યો હતો. આ મામલે હવે ચાર કબૂતરબાજ, બે વ્યાજખોર અને મકાનનો સ્ટેમ્પ કરાવી લેનારા 4 શખ્સ સહિત કુલ 10 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આપઘાત માટે દુષ્પ્રેરણા, મની લોન્ડરિંગ એક્ટ (Money Laundering Act) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

ફરિયાદમાં આરોપી તરીકે સામેલ નામ..

(1) વિનોદ શંભુભાઇ ચૌધરી
(2) બચુ ઉર્ફે જયંતિભાઇ ચૌધરી (રહે. બંને. ઇન્દ્રપુરા તા. માણસા જી. ગાંધીનગર)
(3) પટેલ મોહન ઉર્ફે કલ્પેશ વિષ્ણુભાઇ
(4) પટેલ ચિંતન (કલ્પેશનો ભાઇ) (રહે. બંને. સોમનાવ્યા ઓવરસીસ ધેધુ ચોકડી તા. માણસા જિ. ગાંધીનગર)
(5) પારસિંગભાઇ ઉર્ફે ભારસંગ ગણેશભાઇ ચૌધરી (રહે. મેવડ તા. જી. મહેસાણા (Mehsana) )
(6) ઇશ્વરલાલ ચૌધરી (રહે. બોરિયાવી તા.જિ. મહેસાણા)
(7) નિલેષ રમણલાલ પટેલ (શ્રી.જી. કોન્સ્યુલેટ બરોડા)
(8) જસબીર સિંહ સરદાર (રહે. હરિયાણા)
(9) ઠાકોર મુકેશ (રહે. સાલડી)
(10) પટેલ દિપેન કાંતિલાલ (રહે. આણંદ)

આ પણ વાંચો - Kheda : કોન્ટ્રાક્ટર કનુ પટેલના આપઘાતથી કોન્ટ્રાક્ટર્સ એસો. લાલઘુમ, CM ને કરી આ રજૂઆત

આ પણ વાંચો - Gujarat રાજ્યની લગભગ તમામ જેલ હાઉસફૂલ, કેદીઓની સ્થિતિ દયનીય

આ પણ વાંચો - Aravalli : અમદાવાદ બાદ હવે અરવલ્લીમાં નમકીનમાંથી ગરોળી નીકળી!

Tags :
Advertisement

.

×