Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mehsana : ખાદ્યપદાર્થમાં 'લાપરવાહી' એ તો હદ વટાવી! બ્રાન્ડેડ દહીમાંથી નીકળી ફૂગ! થઈ કાર્યવાહી

રાજ્યમાં ખાદ્ય પદાર્થોમાં લાપરવાહીએ તો જાણે માઝા મૂકી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, એક પછી એક ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળી હોવાની ઘટનાઓ આપણી સમક્ષ આવી રહી છે. અગાઉ વેફરનાં પેકેટમાંથી દેડકો, અથાણા અને નમકીનમાંથી ગરોળી નીકળી હોવાના દાવાઓ...
mehsana   ખાદ્યપદાર્થમાં  લાપરવાહી  એ તો હદ વટાવી  બ્રાન્ડેડ દહીમાંથી નીકળી ફૂગ  થઈ કાર્યવાહી
Advertisement

રાજ્યમાં ખાદ્ય પદાર્થોમાં લાપરવાહીએ તો જાણે માઝા મૂકી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, એક પછી એક ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળી હોવાની ઘટનાઓ આપણી સમક્ષ આવી રહી છે. અગાઉ વેફરનાં પેકેટમાંથી દેડકો, અથાણા અને નમકીનમાંથી ગરોળી નીકળી હોવાના દાવાઓ કરતા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા. ત્યારે હવે મહેસાણામાં (Mehsana) એક ગ્રાહકને કડવો અનુભવ થયો છે. ગ્રાહકે વીડિયો બનાવી સો. મીડિયા પર પોસ્ટ કર્યો હતો અને ડીમાર્ટમાંથી (Demart) ખરીદેલા મિલ્કી મિસ્ટનાં દહીમાં ફૂગ નીકળી હોવાનો દાવો કર્યો હતો. જો કે, ગુજરાત ફર્સ્ટ (Gujarat First) આ વાઇરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

મિલ્કી મિસ્ટનાં દહીમાં ફૂગ નીકળ્યાનો દાવો

જણાવી દઈએ કે, ગઈકાલે સોશિયલ મીડિયા ( Social Media) પર એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં કાર્તિક પુજારા નામના ગ્રાહકે દાવો કર્યો હતો કે, તેમણે ડીમાર્ટમાંથી (Demart, Mehsana) 1 કિલો મિલ્કી મિસ્ટનું દહી (Milky Mist Curd) ખરીદ્યું હતું. પરંતુ, પેકેટ ખોલતા દહીમાંથી ફૂગ નીકળી હતી. આ બાબતે ગ્રાહકે રજૂઆત કરતાં ઉડાઉ જવાબ આપ્યાનો પણ આરોપ કર્યો હતો. ગ્રાહક કાર્તિક પુજારાએ બિલ સાથે વીડિયો બનાવીને વાઇરલ કર્યો હતો. જો કે, ગુજરાત ફર્સ્ટ આ વાઇરલ વીડિયોની (Viral Video) પુષ્ટિ કરતું નથી. જો કે, આ અહેવાલ સામે આવ્યા બાદ મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે (Food and Drugs Department) હરકતમાં આવ્યું હતું.

Advertisement

Demart માં 4 કલાક સુધી તપાસ, વિવિધ વસ્તુઓના સેમ્પલ લેવાયા

માહિતી મુજબ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ડીમાર્ટમાં (Demart) અંદાજિત 4 કલાક સુધી તપાસ આદરી હતી. દરમિયાન, મિલ્કી મિસ્ટ, બ્રાન્ડેડ ઘી (Branded Ghee), દહી (Curd), બટર, ચીઝ સહિત અન્ય વસ્તુઓનાં સેમ્પલ લઈ તપાસ માટે લેબ મોકલ્યા હતા. આ સાથે ફરિયાદી પાસેનાં દહીની બેચંના અન્ય દહીના સેમ્પલ પણ લેવાયા હતા. ફરિયાદીની હાજરીમાં ડીમાર્ટમાં કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે, આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ, વારંવાર સામે આવતી આ પ્રકારની ઘટનાઓ પર ક્યારે પૂર્ણવિરાણ લાગશે તે કહેવું મુશ્કેલ છે.

Advertisement

ગુજરાત ફર્સ્ટના સળગતા સવાલ...

> નાગરિકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા શખ્સો સામે ક્યાર કડક કાર્યવાહી થશે ?
> બ્રાન્ડેડના નામે ક્યાં સુધી જનતા સાથે છેતરપિંડી થતી રહેશે ?
> મિલ્કી મિસ્ટ દહીનાં સેમ્પલ લીધા પણ પગલાં ક્યારે લેવાશે ?
> માત્ર સેમ્પલ લઈને તંત્ર સંતોષ માનશે કે પછી દાખલારૂપી કાર્યવાહી પણ કરશે ?
> ખાદ્યપદાર્થોમાં લાપરવાહી રાખનારા પર તવાઇ કેમ નહીં ?
> જનતાનાં જીવ પર જોખમ મુકનારા સામે પગલાં કેમ નહીં ?

આ પણ વાંચો - Jetpur માં પકડાયેલા અખાદ્ય પનીરના 1310 કિલોગ્રામ જથ્થાનો કરાયો નાશ

આ પણ વાંચો - Jamnagar : ચીઝનાં શોખીનો… ખાતા પહેલા ચેતી જજો! શખ્સે કર્યો આ મોટો દાવો

આ પણ વાંચો - Ahmedabad: બહારનું ખાવું હવે ઝેર સમાન! અથાણામાં ગરોળી તો નરોડાની હોટલના જમવામાં મળ્યો વંદો

Tags :
Advertisement

.

×