Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Morbi : માળીયા મીયાણામાં પત્ની એ કરી પતિની હત્યા

Morbi : મોરબી(Morbi )ના માળિયા-મિયાણાની મચ્છુ નદીમાંથી 55 વર્ષીય આધેડનો મૃતદેહ બાઈક સાથે ચૂંદડી બાંધેલી શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ રાજકોટ ખસેડ્યો હતો. જેમાં હત્યા થયાનું ખુલતા પોલીસે મૃતકના પુત્રની ફરિયાદને આધારે આરોપી પત્ની અનેસાળા વિરુધ્ધ...
morbi   માળીયા મીયાણામાં પત્ની એ કરી પતિની હત્યા
Advertisement

Morbi : મોરબી(Morbi )ના માળિયા-મિયાણાની મચ્છુ નદીમાંથી 55 વર્ષીય આધેડનો મૃતદેહ બાઈક સાથે ચૂંદડી બાંધેલી શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ રાજકોટ ખસેડ્યો હતો. જેમાં હત્યા થયાનું ખુલતા પોલીસે મૃતકના પુત્રની ફરિયાદને આધારે આરોપી પત્ની અનેસાળા વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ  ધરી  છે.

દીકરાએ માતા-પિતા  વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

મોરબીના (Morbi )માળિયા-મિયાણાના જૂના અંજીયાસર ગામના રહેવાસી સાહિલ હાજીભાઈ મોવર નામના યુવાને માતા શેરબાનું હાજીભાઈ મોવર અને મામા ઈમરાન હૈદર ખોડ વિરૂધ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, પિતા હાજી અબ્દુલ મોવર પોતાની દીકરી પર અવારનવાર નજર બગાડતા હતાં. જેથી માતા શેરબાનુંએ એ બાબતનો ખાર રાખી પિતા હાજીભાઈની ચા અને શાકમાં ઘેનનાં ટીકડા નાખી બેભાન કરી ચુંદડી વડે ગળેફાંસો દઈને મોત નીપજાવ્યું હતું. જે બાદ પોલીસે આરોપીને પકડવા વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement

મૃતદેહને  પીએમ અર્થે  લઈ  જવાયા

હત્યાના બનાવની પ્રાપ્ત માહિતી મુજબ માળીયા તાલુકાના અંજીયાસર ગામે રહેતા હાજીભાઈ અબ્દુલભાઈ મોવર ઉવ.૫૫નો મૃતદેહ માળીયા મચ્છુ નદીના કાંઠે ફતેપર જવાના કાચા રસ્તે આવેલ તલાવડીના પાણીમાં ગળામાં ચૂંદડી બાંધી ચૂંદડીનો બીજો છેડો બાઈકના એન્ગલમાં બાંધેલ હાલતમાં ડૂબી ગયેલ હાલતમાં મળી આવતા આ શંકાસ્પદ મૃત્યુ અંગે માળીયા પોલીસે અ.મોત અંગે નોંધ કરી લાશને રાજકોટ ફોરેન્સિક પીએમ માટે ખસેડી હતી.જે બાદ લાશને ઠેકાણે પાડવા માળીયાના ખીરઈ ગામે રહેતા સાહિલના મામા ઇમરાનભાઈ હૈદરભાઈ ખોડને બોલાવતા તેઓ રીક્ષામાં લાશને ભરીને મચ્છુ નદીના કાઠે આવેલ પાણીથી ભરેલ તલાવડીમાં ફેંકી દીધેલ હોય બાદમાં જ્યારે લાશ બહાર ન આવે તે માટે તેની માતા શેરબાનુ દ્વારા મામા ઇમરાનભાઈને પતિનું બાઈક સ્થળ ઉપર છોડી આવવા જણાવતા ઇમરાનભાઈ બાઈક સાથે ચૂંદડી બાંધી હાજીભાઈના મૃતદેહને તલાવડીમાં ફેંકી દીધો હતો.

આ પણ  વાંચો  - Rath Yatra : આજે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ

આ પણ  વાંચો  - Gujarat Rain : રાજ્યમાં 24 કલાકમાં 141 તાલુકામાં મેઘ મહેર,દાંતામાં 8 ઇંચ વરસાદ

આ પણ  વાંચો  - Gujarat Rain: રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

Tags :
Advertisement

.

×