Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Morbi Patidar Community: મોરબીથી પાટીદાર સમાજે કાજલ હિન્દુસ્તાનીને આપ્યું અલ્ટિમેટમ

Morbi Patidar Community: હાલ, ગુજરાત (Gujarat) રાજ્ય પર વિરોધના વાદળો ફરી વળ્યા છે. રાજ્યમાં સામાજિક બાબતો અને રાજકારણને લઈ ખૂણે-ખૂણે વિરોધીએ દ્વારા વિરોધ પ્રદર્શન જાહેર કરવામાં આવી રહ્યા છે. તેના અંતર્ગત તાજેતરમાં કાજલ હિન્દુસ્તાનીએ પાટીલ સમાજ (Patidar) ની દીકરીઓ પર...
morbi patidar community  મોરબીથી પાટીદાર સમાજે કાજલ હિન્દુસ્તાનીને આપ્યું અલ્ટિમેટમ
Advertisement

Morbi Patidar Community: હાલ, ગુજરાત (Gujarat) રાજ્ય પર વિરોધના વાદળો ફરી વળ્યા છે. રાજ્યમાં સામાજિક બાબતો અને રાજકારણને લઈ ખૂણે-ખૂણે વિરોધીએ દ્વારા વિરોધ પ્રદર્શન જાહેર કરવામાં આવી રહ્યા છે. તેના અંતર્ગત તાજેતરમાં કાજલ હિન્દુસ્તાનીએ પાટીલ સમાજ (Patidar) ની દીકરીઓ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

  • મોરબી પાટીદાર સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન
  • મહાસંમેલનમાં મહિલાઓની ખાસ હાજરી નોંધાઈ
  • માંફી માગવાની જાહેરાત કરવામાં આવી

Morbi Patidar Community

Advertisement

મળતી માહિતી મુજબ, તેને લઈ પટેલ સમાજ (Patidar) ના આગેવાનો દ્વારા એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનને જાણ પોલીસ (Police) ને થતાની સાથે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આજરોજ મોરબી (Morbi) બાપા સીતારામ ચોકમાં પાટીદાર સમાજ (Patidar) ના આગેવાનો દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

મહાસંમેલનમાં મહિલાઓની ખાસ હાજરી નોંધાઈ

મોરબી પાટીદાર સમાજ (Patidar) દ્વારા આ મહાસંમેલનમાં રાજ્યમાંથી ખૂણે-ખૂણે રહેતા પાટીદાર (Patidar) સંસ્થાના આગેવાનો હાજર રહ્યા હતા. પાટીદાર સમાજ (Patidar) દ્વારા આયોજિત મહાસંમેલમાં ખાસ કરીને મહિલાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેને લઈ મહાસંમેલનમાં મહિલાઓની હાજરી બહોળા પ્રમાણમાં જોવા મળી હતી.

Morbi Patidar Community

માંફી માગવાની જાહેરાત કરવામાં આવી

આ સંમેલનના માધ્યમથી પાટીદાર સમાજના લોકોએ કાજલ હિન્દુસ્તાનીને તેને કટુવચનોને લઈ માંફી માગવાની રજૂઆત કરી છે. જો વહેલી તકે કાજલ હિન્દુસ્તાની તેના નિવેદનને લઈ માંફી માગશે નહીં, તો ભવિષ્યમાં તેની વિરુદ્ધ ઉગ્ર આંદોલન જાહેર કરવાની ચીમકી આપી છે.

આ પણ વાંચો: AMBAJI : ચૈત્રી નવરાત્રીના પહેલા નોરતે રોશનીથી ઝગમગી ઉઠ્યું માં અંબાનું ધામ

આ પણ વાંચો: HIMATNAGAR : બેટરીની ચોરી કરતી ગોધરાની ગેંગના ચાર સાગરીતો પકડાયા, 2.04 લાખનો મુદ્દામાલ જપ્ત

આ પણ વાંચો: Kheda Chemical Factory: ભક્તોની આસ્થા રૂપ ગળતેશ્વર નદીમાં કેમિકલ ફરી વળ્યું

Tags :
Advertisement

.

×