Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચોકલેટની લાલચ આપી સગીરા સાથે શારીરિક અડપલા કરનાર નરાધમ આચાર્યને સસ્પેન્ડ કરાયો

અહેવાલ _યશ ઉપાધ્યાય ,સાબરકાંઠા    સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ એક પ્રાથમિક શાળામાં આચાર્યની ચાર દિવસ પહેલા સગીરાની છેડતી કરવાના ગુનામાં પોશીના પોલીસે ગત સાંજે ધરપકડ કરી હતી. આજે સાંજે ઇડરની પોક્સો કોર્ટમાં આચાર્યને રજૂ કરવામાં આવશે. સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે...
ચોકલેટની લાલચ આપી સગીરા સાથે શારીરિક અડપલા કરનાર નરાધમ આચાર્યને સસ્પેન્ડ કરાયો
Advertisement

અહેવાલ _યશ ઉપાધ્યાય ,સાબરકાંઠા 

Advertisement

સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ એક પ્રાથમિક શાળામાં આચાર્યની ચાર દિવસ પહેલા સગીરાની છેડતી કરવાના ગુનામાં પોશીના પોલીસે ગત સાંજે ધરપકડ કરી હતી. આજે સાંજે ઇડરની પોક્સો કોર્ટમાં આચાર્યને રજૂ કરવામાં આવશે. સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે આચાર્યને સસ્પેન્ડ કર્યો છે.

Advertisement

સાબરકાંઠા જીલ્લા ના અંતરિયાળ વિસ્તારમાં આવેલ એક પ્રાથમિક શાળાના આચાર્યએ સાંજે છ વાગે ચોકીદારની દિકરી ને ચોકલેટ આપુ તેમ કહી રૂમમાં લઈ જઈ તેણીની સાથે શારીરિક અડપલા કરી છેડતી કરી હતી તો સગીરાએ બુમાબુમ કરતા પીતા નીચે દોડી આવ્યા હતા અને સગીરા રડતી રડતી ઘરે ગઈ હતી ત્યારબાદ આચાર્યએ પિતાને 10  હજાર આપ્યા અને આબરૂ ન કાઢો તેમ જણાવ્યુ હતુ ત્યારે પીતા સગીરાને પુછવા ગયા અને તરત જ આચાર્ય શાળામાંથી ભાગી છુટ્યો હતો.

આચાર્યને ઈડર કોર્ટમાં રજુ કરવામાં આવશે.
સમગ્ર મામલે સાબરકાંઠા જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી હર્ષદ ચૌધરી પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ સમગ્ર મામલે હોબાળો થતા પોશીના પોલીસ મથકે ફરિયાદ નોધવામાં આવી હતી અને આરોપી આચાર્ય ની ધરપકડ કરી હતી.. તો શિક્ષણ વિભાગે આસમગ્ર મામલે આચાર્ય ને તાત્કાલિક અસરથી ફરજ મોકુફ કરાયા હતા તો ડિપાર્ટમેન્ટ દ્રારા ઈન્કવાયરી પણ શરૂ કરાઈ છે તો આરોપી આચાર્યને ઈડર કોર્ટમાં રજુ કરવામા આવ્યો હતો..

આ  પણ  વાંચો- પિંગલેશ્વરના દરિયાઈ વિસ્તારમાં ફરી 10 ચરસના પેકેટ મળી આવ્યા

 

Tags :
Advertisement

.

×